Get The App

જામનગરમાં આગામી તા.24 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શૉ: તંત્ર દ્વારા પુર જોશમાં તૈયારી

Updated: Feb 22nd, 2024


Google NewsGoogle News
જામનગરમાં આગામી તા.24 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શૉ: તંત્ર દ્વારા પુર જોશમાં તૈયારી 1 - image


- દિગ્જામ સર્કલ થી સાત રસ્તા સુધીના માર્ગે રોડની બન્ને તરફ બેરીકેટિંગ કરાયું: નવો ડામર રોડ કરી પીળા પટ્ટા લગાવાયા

જામનગર,તા.22 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર

ભારતના વડાપ્રધાન આગામી 24-25 ફેબ્રુઆરીના દિવસો દરમિયાન જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે, અને તેઓનું 24મી તારીખે જામનગરના સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ થવાનું છે, ત્યારે તેમના આગમન સમયે ભવ્ય સ્વાગત અને રોડ શૉ યોજાશે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, અને દિગ્જામ સર્કલથી સાત રસ્તા સુધીના માર્ગ પર જરૂર જણાય ત્યાં નવો ડામર રોડ કરવામાં આવી રહ્યો છે, સાથે સાથે રોડની બંને તરફ પીળા પટ્ટા લગાવવામાં આવી રહ્યા છે.

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે દિગજામ સર્કલ થી સાત રસ્તા સુધી રોડની બંને તરફ બેરિકેટિંગ કરવામાં આવ્યું છે, અને બંને સ્થળેથી નગરજનો તેમને આવકારવા માટે અને વડાપ્રધાન પર પુષ્પવૃષ્ટિ કરી શકાય તે માટેની સમગ્ર વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. સાથો સાથ અમુક સ્થળે સ્ટેજ પ્રોગ્રામ પણ ગોઠવવામાં આવી રહ્યા છે.

 સાત રસ્તા સર્કલ વિસ્તારમાં ફલાયઓવરનું કામ ચાલી રહ્યું છે, ત્યારે ઉપરોક્ત રૂટને લગતા માર્ગે ફલાય ઓવરની નજીક પતરાની નવી આડશો મૂકીને સમગ્ર વિસ્તારને પણ સુસજજ બનાવી દેવાયો છે. જે સમગ્ર તૈયારી માટે મહાનગરપાલિકાનું તંત્ર કામે લાગ્યું છે. ઉપરાંત જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની રાહબરી હેઠળ સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી રહી છે.


Google NewsGoogle News