જામનગરની ખાનગી શિપિંગ કંપની સાથે રૂપિયા 8.62 લાખની છેતરપિંડી : સાઇબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવાઇ

Updated: Aug 19th, 2024


Google NewsGoogle News
જામનગરની ખાનગી શિપિંગ કંપની સાથે રૂપિયા 8.62 લાખની છેતરપિંડી : સાઇબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવાઇ 1 - image

image : Freepik

Jamnagar Fraud Case : જામનગરમાં ટાઉનહોલ વિસ્તારમાં આવેલી શ્રીજી કંપની સાથે કોઈ સાઇબર ઠગે બોગસ ઇ-મેલ આઇડીનો દૂર ઉપયોગ કરીને ફલોટિંગ ક્રેઇન માટેનું જરૂરી ઓઇલ મોકલવવા માટેનું કોટેશન મંગાવી તેનું પેમેન્ટ પોતાના ખાતામાં જમા કરાવી લઇ શિપિંગ કંપનીને માલ નહીં મોકલી 8 લાખ 63 હજારથી વધુની છેતરપિંડી કરી હતી.

 જે અંગેની ફરિયાદ જામનગરની ખાનગી કંપનીના પરચેસ એક્ઝિટિવ પ્રતીક ચંદ્રેશભાઇ ઓઝા દ્વારા જામનગરના સાઇબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાવાઇ છે. સાઇબર ક્રાઇમ પોલીસે બોગસ ઇમેલ આઇડીનો ઊપયોગ કરી ઓનલાઈન છેતરપિંડી કરનાર સામે આઇપીસી કલમ 406, 420, 120-બી  તથા આઈ.ટી એક્ટની કલમ 66 ડી મુજબ ગુનો નોંધ્યો છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

 ઉપરોક્ત ચિટર શખ્સ દ્વારા કંપનીને ફલોટીંગ ઓઇલ મોકલવાના બહાને ડીલિંગ કરી તે અંગેની 8,62,184 ની રકમ બેંક મારફતે પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી. અને આજ દિન સુધી માંગ્યા મુજબનો માલ સામાન કે રૂપિયા પરત મોકલ્યા ન હોવાથી આખરે ઉપરોક્ત મેઇલ આઈડી ધારક સામે ફરિયાદ નોંધાવાઇ છે. જે અજાણ્યા શખ્સની શોધખોળ ચલાવાઇ રહી છે.


Google NewsGoogle News