જામનગર નજીક દરેડ GIDCના બ્રાસપાટના ચાર વેપારીઓ સાથે રૂપિયા 7 લાખની છેતરપિંડી
image : Freepik
Fraud Case Jamnagar : જામનગર નજીક દરેડ ઉદ્યોગિક વિસ્તારમાં આવેલી બ્રાસપાટની ચાર પેઢીના સંચાલકો સાથે છેતરપિંડી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. રાજસ્થાનના જોધપુરના એક પેઢીના સંચાલકે દરેડના ચારેય બ્રાસ પોર્ટના વેપારીઓ પાસેથી રૂપિયા 7 લાખ થી વધુનો બ્રાસપાર્ટનો માલ સામાન મેળવીને તેની સામે જે ચેક આપ્યા હતા, જે તમામ ચેક નાણાંના અભાવે પરત થયા હોવાથી અને તેઓની સાથે છેતરપિંડી થઈ હોવાનું ચારેય વેપારીઓ દ્વારા પંચકોષી બી. ડિવિઝન પોલીસમાં જાહેર કરાયું છે. જે ફરિયાદના અનુસંધાને પોલીસે છેતરપિંડી અંગેનો ગુનો નોંધી તપાસનો દોર રાજસ્થાનના જોધપુર સુધી લંબાવ્યો છે.
ચીટીંગના આ ગુનાની વિગત એવી છે કે જામનગરમાં મંગલદીપ સોસાયટીમાં રહેતા અને દરેડ જીઆઇડીસી વિસ્તારમાં એમિનેન્સ હાર્ડવેર એન્ડ સેનીટરી નામની પેઢી ચલાવતા વિશાલભાઈ અશોકભાઈ સુચક નામના ઉદ્યોગકારે પોતાની પેઢીમાંથી તેમજ પોતાની સાથેની અન્ય ત્રણ પેઢીના સંચાલકો સાથે રૂપિયા 7,09,995 ની કિંમતનો માલ સામાન મંગાવ્યા પછી નાણા આપવામાં ઠાગાઠૈયા કરવા અંગે રાજસ્થાનના જોધપુરની એક પેઢીના સંચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બનાવની વિગતમાં જાહેર થયા મુજબ ફરિયાદી ઉદ્યોગકારને ટેલીફોન મારફતે જોધપુરની ક્રિષ્ના ટ્રેડર્સ નામની પેઢીના સંચાલક ભરતકુમાર કે જેણે જામનગરની પેઢી પાસેથી કટકે કટકે 4,51,215 નો માલ સામાન મંગાવ્યો હતો અને તેના બદલામાં ચેક આપ્યા હતા. જે ચેક નિયત તારીખે બેંકમાં જમા કરાવતાં નાણાના અભાવે પરત ફર્યા હતા જેથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
આ ઉપરાંત જામનગરની અલગ અલગ અન્ય ત્રણ પેઢીના સંચાલકો જેમાં શાયોના એન્ટરપ્રાઇઝના સંચાલક જેન્તીભાઈ ભંડેરી, ખુશ્બુ બ્રાસ ઇન્ડસ્ટ્રીઝના સંચાલક રમેશભાઈ મુંગરા તેમજ આરના મેટલ ઇન્ડસ્ટ્રીઝના સંચાલક દિપેશભાઈ કંસારા કે જેઓ ત્રણ સાથે પણ રૂપિયા 2,58,121 ની કિંમતના બ્રાસના માલ સામાન વગેરે મંગાવ્યા પછી તેટલી રકમના ચેક આપ્યો હતો, જે ચેક કરતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળ્યો હતો જે ચારેય પેઢીના મળીને 7,09,995ની માલમતા જોધપુરની પેઢીના સંચાલકે મેળવી લીધા પછી છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું. આથી પંચકોશી બી. ડિવિઝન પોલીસએ આઇપીસી કલમ 56-2 અને 420 મુજબ ગુનો નોંધ્યો છે, અને તપાસનો રાજસ્થાનના જોધપુર સુધી લંબાવ્યો છે.