જામનગરમાં ગઈ રાત્રે બે બાઈક પર ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલા ચાર વિદ્યાર્થીઓ પકડાયા , 102 નંગ દારૂની બોટલ કબજે

Updated: May 24th, 2024


Google NewsGoogle News
જામનગરમાં ગઈ રાત્રે બે બાઈક પર ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલા ચાર વિદ્યાર્થીઓ પકડાયા , 102 નંગ દારૂની બોટલ કબજે 1 - image


Liquor Smuggling Jamnagar : જામનગર શહેરમાં બે સગીર સહિતના ચાર વિદ્યાર્થીઓ દારૂના રવાડે ચડી ગયા હતા, અને ગઈ રાત્રે પોતાના બે બાઈકમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહ્યા હોવાથી સીટી એ. ડિવિઝન પોલીસે ચારેયને અટકાયતમાં લીધા હતા, અને 102 નંગ ઈંગ્લીશની બોટલનો જથ્થો અને બે બાઈક વગેરે કબજે કર્યા છે.

 જામનગરના સીટી એ.ડિવિઝનના પીએસઆઇની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે લાલવાડી પટેલ સમાજ વિસ્તારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી થઈ રહી છે અને વિદ્યાર્થીઓ વાહનમાં દારૂની હેરાફેરી કરી રહ્યા છે.

 જે બાતમીના આધારે ગઈ રાત્રે 11.50 વાગ્યાના અરસામાં પોલીસે વોચ ગોઠવી હતી, જે દરમિયાન ડબલ સવારીમાં બે બાઈક નીકળ્યા હતા. જે બંને વાહનોને અટકાવીને તલાસી લતા તેઓ પાસેથી 102 નંગ ઇંગ્લિશ દારૂની બોટલના ચપટા મળી આવ્યા હતા.

 જેથી પોલીસે ઇંગલિશ દારૂ અને બે મોટરસાયકલ સહિત 40 હજારની માલમતા કબજે કરી લીધી હતી, જ્યારે બાઈક પર ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલા જામનગરના બે વિદ્યાર્થીઓ ગોકુલ નગરમાં રહેતા ઉમેશ લખુભાઈ છૈયા, સાત રસ્તા પાસે રહેતા કરણ લાખાભાઈ ડનેચા ઉપરાંત બે સત્તર વર્ષની વયના બે સગીર વિદ્યાર્થીઓને અટકાયતમાં લઈ તેઓ સામે સિટી એ. ડિવિઝન પોલીસમાં દારૂબંધી ભંગ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે.


Google NewsGoogle News