જામનગર અને ધ્રોલમાં દારૂના ચાર દરોડામાં 19 બોટલ સાથે ચાર શખ્સો ઝડપાયા

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
જામનગર અને ધ્રોલમાં દારૂના ચાર દરોડામાં 19 બોટલ સાથે ચાર શખ્સો ઝડપાયા 1 - image

image : Freepik

Jamnagar Liquor Crime : જામનગર શહેર અને ધ્રોલમાં ગઈકાલે પોલીસે દારૂ અંગેના જુદા જુદા ચાર સ્થળોએ દરોડા પાડયા હતા. જેમાં ઈંગ્લીશ દારૂની નાની મોટી કુલ 19 બોટલો કબ્જે કરી ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત મુજબ જામનગરના મચ્છરનગર વિસ્તારમાં આશાપુરા મંદિર પાસે આવેલ અન્નપૂર્ણા ચોક પાસેથી પસાર થઈ રહેલ અજયસિંહ રઘુવીરસિંહ વાળા નામનો 28 વર્ષીય શખ્સને શંકાના આધારે પોલીસે રોકી તેની તલાશી લેતાં તેના કબ્જામાંથી જુદી જુદી બ્રાન્ડના રૂ.1950ની કિંમતના 13 ચપટા મળી આવતા આરોપીની મુદામાલ સાથે ધરપકડ કરી છે. જ્યારે શહેરના જોગર્સ પાર્કથી સેન્ટ આન્સ સ્કૂલના માર્ગેથી પસાર થઈ રહેલ યોગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામના શખ્સને અટકાવી તેની તલાશી લેતાં તેના કબ્જામાંથી રૂ.1500ની કિંમતની ત્રણ દારૂની બોટલ મળી આવી હતી.

 આ ઉપરાંત શહેરના રણજિતનગર હૂડકોમાં રૂમ નંબર 1070માં રહેતો વિપુલ લાભશંકર લવા નામનો બ્રાહ્મણ યુવાન દિ.પ્લોટ વિસ્તારમાંથી પસા થઈ રહયો હતો. ત્યારે પોલીસે તેને અટકાવી તલાશી લેતી એક બોટલ ઈંગ્લીશ દારૂની મળી આવતા આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે ધ્રોલ ખાતે ગાયત્રીનગરમાં રહેતો યાસીન અબ્બાસભાઈ જસરાયા નામનો 30 વર્ષનો યુવાન જાયવા ગામના પાટિયા પાસેથી પસાર થતો હતો ત્યારે પોલીસે તેને રોકી તલાશી લેતા તેના કબ્જામાંથી રૂ.1 હજારની કિંમતની બે બોટલ ઈંગ્લીશ દારૂની મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી છે.


Google NewsGoogle News