જામનગરમાં ખોજા નાકા વિસ્તારમાંથી ચલણી નોટોના નંબર પર જુગાર રમી રહેલા ચાર શખ્સો પકડાયા
Image Source: Freepik
જામનગરમાં ખોજા નાકા બહાર જાહેરમાં ચલણી નોટોના નંબર ઉપર હારજીત નો જુગાર રમી રહેલા ચાર શખ્સોની પોલીસે અટકાયત કરી લીધી છે.
જામનગરના સીટી એ, ડિવિઝનના પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગરમાં ખોજાનાકા બહાર હાજીપીરની દરગાહ પાસે જાહેરમાં કેટલા શખ્સો ચલણી નોટોના નંબર ઉપર હારજીતનો જુગાર રમી રહ્યા છે, જે બાતમીના આધારે સિટી એ. ડિવિઝન પોલીસે ઉપરોક્ત વિસ્તારમાં દરોડો પાડ્યો હતો
આ દરોડા દરમિયાન જાહેરમાં ચલણી નોટના નંબર ઉપર જુગાર રમી રહેલા સબીર ગુલામભાઈ ખેરાણી, હાર્દિક ઉમરભાઈ રીંગણિયા, એજાજ અલારખા સંધિ અને સેહબાજખાન મોહમ્મદ ખાન પઠાણ ને પોલીસે ઝડપી લીધા છે, અને તેઓ પાસેથી રૂપિયા 2,750ની રોકડ રકમ કબજે કરી છે.