જામનગર શહેરમાંથી ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરી રહેલા ચાર શખ્સો ઝડપાયા : એક ફરાર

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
જામનગર શહેરમાંથી ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરી રહેલા ચાર શખ્સો ઝડપાયા : એક ફરાર 1 - image

image : Freepik

Liquor Smuggling in Jamnagar : જામનગરમાં દારૂબંધી વચ્ચે દારૂનું ચલણ વધી રહ્યું છે. ત્યારે ગઈકાલે પોલીસે 4 સ્થળે દરોડા પાડી દારૂની બોટલ સાથે નીકળેલા 4 શખ્સોને પકડી પાડયાં હતાં. જેમાં અન્ય એક શખ્સનું નામ ખુલતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર સિટી એ.ડિવિઝન પોલીસે બાતમીના આધારે એસ.ટી.રોડ દિગ્ઝામના શોરૂમની સામેની ગલીમાં વોચ ગોઠવી હતી. આ દરમિયાન સુઝુકી કંપનીની એક્સેસ રજીસ્ટર નંબર જીજે-10-ડીએમ-6868 ચાલક અને સાધના કોલોનીમાં રહેતો ભાવેશભાઈ ટેકચંદભાઈ કેશવાણી નામના શખ્સને રૂ.1000ની બે દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો. પૂછપરછ દરમિયાન ઉમંગ પ્રકાશભાઈ કલિયા (રહે. કિશાન ચોક, જામનગર) નું નામ ખુલતાં પોલીસે તેને ફરાર જાહેર કરી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે પકડાયેલા શખ્સના કબ્જામાંથી રૂ.50 હજારની કિંમતનું મોટરસાઇકલ સહિત કુલ રૂ.51 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

જ્યારે શહેરના ન્યુ 90 ફૂટ રોડ, કુબેર પાર્ક-3માં દારૂની એક બોટલ સાથે જાહેરમાં નિકળેલાં દિપકભાઈ લખમણભાઇ ખાણઘર નામના શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે તેની વિરૂધ્ધ પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ઘરી હતી.

ત્રીજા દરોડામાં પોલીસે શહેરના લાલવાડી, જૂના આવાસ પાસે જાહેરમાં દારૂની એક બોટલ સાથે નિકળેલા માસુમ મામદભાઇ માથકિયા અને પ્રશાંત મુકેશભાઈ ડાંગર નામના બે યુવાનને ઝડપી લઇ તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ઉપરાંત પંજાબ નેશનલ બેન્ક, ચૌહાણ ફળી વિસ્તારમાંથી દારૂની એક બોટલ સાથે નિકળેલા મોહિત દિલીપભાઈ કુશવાહા નામના કોટક મહિન્દ્રા બેન્કના કર્મચારીને ઝડપી લીધો હતો.


Google NewsGoogle News