જામનગર અને દરેડમાંથી 18 બોટલ દારૂ સાથે ચાર શખ્સોની અટકાયત

Updated: Mar 18th, 2024


Google NewsGoogle News
જામનગર અને દરેડમાંથી 18 બોટલ દારૂ સાથે ચાર શખ્સોની અટકાયત 1 - image

image : Freepik

જામનગર,તા.18 માર્ચ 2024,સોમવાર

જામનગર શહેર તેમજ દરેડમાં ગઈકાલે દારૂ અંગેના ચાર સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં પોલીસે 18 બોટલ કબ્જે કરી 4 શખ્સોની અટકાયત કરી હતી.

જામનગર નજીકના દરેડ ગામે એફસીઆઈ ગોડાઉનની સામે રહેતો પરેશ જીવાભાઈ ગોરડિયા નામના શખ્સની અટકાયત કરી તેની તલાશી લેતા તેના કબ્જામાંથી 14 બોટલ ઈંગ્લીશ દારૂની બોટલ મળી આવી હતી. આથી પોલીસે આરોપીની મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.

આ ઉપરાંત જામનગર નજીકના મોરકંડા ગામે રહેતો રાજુભાઈ કાનાભાઈ હુણ નામના યુવાનની જામનગરમાં હર્ષદ મીલની ચાલી પાછળ આવેલ શુભમ્ એપાર્ટમેન્ટ પાસેથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે ધરપકડ કરી હતી. જ્યારે શહેરના ગોકુલનગર પાસે રડાર રોડ પાસે રહેતો રિતેશ અશ્વિનભાઈ ભાલીયા નામના શખ્સની મયૂર ગ્રીન સોસાયટી પાસેથી ઈંગ્લીશ દારૂની એક બોટલ સાથે ધરપકડ કરી હતી. આ ઉપરાંત હવાઈ ચોકમાં ખીજડા મંદિરવાળી શેરીમાં રહેતો પ્રિન્સ નીતિનભાઈ ફલિયા નામના શખ્સની 1 બોટલ સાથે અટકાયત કરી છે.


Google NewsGoogle News