જામનગરના ખીમરાણા ગામમાંથી ગંજીપાનાનો જુગાર રમી રહેલા ચાર જુગારીઓ પકડાયા
જામનગર,તા.15 માર્ચ 2024,શુક્રવાર
જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડી ચાર જુગારીઓની અટકાયત કરી લીધી છે.
જામનગરના પંચકોષી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે ખીમરાણા ગામમાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા રાજેશ રવજીભાઈ ધારવીયા, રણજીતસિંહ હેમતસિંહ ચુડાસમા, દેવુભા ઉમેદસિંહ ચુડાસમા અને વિક્રમસિંહ ધીરુભાઈ જાડેજાની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 5,580 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.