જામનગર શહેર -બેડ અને સિક્કામાં ઇંગ્લિશ દારૂ અંગે ચાર સ્થળે દરોડા: એક વેપારી સહિત ચાર પકડાયા

Updated: Feb 3rd, 2024


Google NewsGoogle News
જામનગર શહેર -બેડ અને સિક્કામાં ઇંગ્લિશ દારૂ અંગે ચાર સ્થળે દરોડા: એક વેપારી સહિત ચાર પકડાયા 1 - image

image : Freepik

જામનગર,તા.03 ફેબ્રુઆરી 2024,શનિવાર

જામનગર શહેર અને સિક્કા પાટિયા તેમજ બેડ વિસ્તારમાં દારુ અંગે પોલીસે ચાર સ્થળે દરોડા પાડ્યા છેઝ અને એક વેપારી સહિત ચાર શખ્સોની અટકાયત કરી લઇ ઇંગલિશ દારૂની બાટલી નો જથ્થો કબજે કર્યો છે.

 જામનગર શહેરમાં દારૂ અંગેનો પ્રથમ દરોડો સજુબા ગર્લ્સ વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો, જ્યાંથી દારૂ સાથે નીકળેલા જામનગરના વિક્રમસિંહ ખોડુભા જાડેજાની પોલીસે અટકાયત કરી લઇ તેની પાસેથી બે નંગ ઇંગ્લિશ દારૂની બાટલી કબજે કરી છે.

 આ ઉપરાંત જામનગરમાં વામ્બે આવાસ વિસ્તારમાં રહેતા સાગર રામજીભાઈ માંગલીયા નામના શખ્સના મકાન પર પોલીસે દારૂ અંગે દરોડો પાડી ઈંગ્લીશ દારૂની બાટલી કબજે કરી લઇ આરોપીની અટકાયત કરી છે.

 જામનગર તાલુકાના સિક્કા નજીક ગ્રીનવીલા પાસેથી ઇંગ્લિશ દારૂ સાથે નીકળેલા જામનગરના વેપારી છેલારામ છીતરમલ ચૌહાણની પોલીસે અટકાયત કરી લઇ તેની પાસેથી ઇંગ્લિશ દારૂની બાટલી અને બાઈક વગેરે કબજે કર્યા છે. જ્યારે બેડ ગામના પાટીયા પાસેથી ઇંગ્લિશ દારૂ સાથે નીકળેલા સિક્કા ગામના મનોજપુરી કેસરપુરી ગોસ્વામી ની પોલીસે અટકાયત કરી લઈ તેની પાસેથી પણ બે નંગ ઇંગ્લિશ દારૂની બાટલી કબજે કરી છે.


Google NewsGoogle News