Get The App

જામનગર શહેરમાં નવરાત્રી અને દશેરાના તહેવારો માટે કાયદો અને વ્યવસ્થાની ચુસ્ત તૈયારીઓ , પોલીસ તંત્રના દ્વારા ફૂટ પેટ્રોલિંગ

Updated: Oct 1st, 2024


Google NewsGoogle News
જામનગર શહેરમાં નવરાત્રી અને દશેરાના તહેવારો માટે કાયદો અને વ્યવસ્થાની ચુસ્ત તૈયારીઓ , પોલીસ તંત્રના દ્વારા ફૂટ પેટ્રોલિંગ 1 - image


Jamnagar Police : જામનગર શહેરમાં આગામી નવરાત્રી અને દશેરાના તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

શહેરમા ગઈકાલે સાંજે ઇન્ચાર્જ ડી.વાય.એસ.પી. જામનગર શહેર વિભાગ નયના ગોરડીયા અને તેમની ટીમ દ્વારા દરબારગઢ સર્કલથી ચાંદી બજાર, સેન્ટલ બેંક, હવાઈચોક, આર્ય સમાજ રોડ, પવનચક્કી સુધી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ટ્રાફિક કામગીરી અને વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. 

જામનગર શહેરમાં નવરાત્રી અને દશેરાના તહેવારો માટે કાયદો અને વ્યવસ્થાની ચુસ્ત તૈયારીઓ , પોલીસ તંત્રના દ્વારા ફૂટ પેટ્રોલિંગ 2 - image

જેમાં પ્રો.પી.આઈ. એસ.પી. ઝાલા, સીટી એ પી.એસ.આઇ. એમ.એન.રાઠોડ, એમ.કે.બ્લોચ, વી.આર.ગામેતી, ડી.જી.રામાનુજ તથા સીટી એ પોલીસ સ્ટેશન ડી-સ્ટાફની પોલીસ ટુકડી અને પોલીસ સ્ટેશન સ્ટાફ પણ આ કામગીરીમાં જોડાયા હતા. 

આ તમામ પ્રવૃત્તિઓનો હેતુ શહેરમાં નવરાત્રી અને વિજયા દશમીના તહેવારોમાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવી રાખવાનો અને નાગરિકોને સુરક્ષિત અનુભવ કરાવવાનો છે.


Google NewsGoogle News