જામનગરમાં ખાણીપીણીની લારીઓ આજથી પૂન: શરૂ : કોલેરા, ઝાડા-ઉલ્ટીના કેસોમાં વધારા બાદ મુકાયેલો પ્રતિબંધ આખરે હટાવાયો

Updated: Aug 17th, 2024


Google NewsGoogle News
જામનગરમાં ખાણીપીણીની લારીઓ આજથી પૂન: શરૂ : કોલેરા, ઝાડા-ઉલ્ટીના કેસોમાં વધારા બાદ મુકાયેલો પ્રતિબંધ આખરે હટાવાયો 1 - image


Jamnagar Corporation : જામનગરમાં કોલેરા તેમજ અન્ય રોગચાળાને ધ્યાને રાખીને મ્યુ. કોર્પોરેશન દ્વારા પાણીપુરી, બરફ, બરફની બનાવટો, શેરડીના રસના ધંધાઓ ઉપર પ્રતિબંધ મુક્યો હતો. જે તંત્રએ દુર કરવા ગઈકાલે તા.16ની બેઠકમાં નિર્ણય કરતાં આજે તા.17થી પ્રતિબંધિત તમામ વેપાર ધંધા પુન: થઈ ગયા છે. જેથી નાના ધંધાર્થીઓના જીવમાં જીવ આવ્યો છે અને ખુશીની લહેર વ્યાપી ગઈ છે. ઉપરાંત તહેવારો ટાણે તંત્રની આ જાહેરાતથી નાના ધંધાર્થીઓમાં રાહતની લાગણી વ્યાપી છે. 

જામનગર કોર્પોરેશનના મેડીકલ ઓફીસર ઓફ હેલ્થ જણાવ્યું છે કે, જામનગર શહેરમાં કોલેરાના કેસો નોંધાયા બાદ કોર્પોરેશનના તંત્રએ તા.22 જુલાઈથી રસની લારી, પાણીપુરી, બરફ, બરફના ગોલા-શરબતના વેચાણ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. પરંતુ હવે રોગચાળાની સ્થિતિ સુધરતાં તેમજ નાના ખાદ્યપદાર્થોના ધંધાર્થીઓની રજૂઆતો મળ્યા બાદ તંત્રએ આરોગ્યપદ સ્થિતિ જાળવવા, ક્લોરીનેટેડ અને આર.ઓ.નું પાણી વાપરવાની ધંધાર્થીઓએ ખાતરી આપ્યા બાદ તા.16મીએ કોર્પોરેશનની કોર્પોરેશનની રોગચાળા કમિટીની મીટીંગમાં તંત્રએ અગાઉ જે જે ધંધાઓ ઉપર પ્રતિબંધ મુકાયો હતો. તે તમામ ધંધાઓ ઉપરથી આજે તા.17થી પ્રતિબંધ દુર કરવા નિર્ણય કર્યો છે.


Google NewsGoogle News