જામનગર મહાનગપાલિકાની ફુડ શાખાનું ચેકીંગમાં અખાદ્ય પદાર્થનો નાશ કરાયો : 24 સ્થળોએથી મેંગો જ્યુસના નમૂના લેવાયા
Food Cheaking in Jamnagar : જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા રાજ્ય સરકારની ડ્રાઈવ મેંગો મિલ્ક શેઈક, મેંગો જ્યુસ અંતર્ગત ઉનાળાની સીઝનને અનુલક્ષીને અલગ અલગ વિસ્તારમાંથી કુલ 24 ખાદ્ય પદાર્થના નમુના લઈ પરીક્ષણ અર્થે ફૂડ ઍન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરામાં મોકલવામાં આવ્યા છે. જેના પૃથ્થકરણ રીપોર્ટ મળ્યા પછી આગળની નિયમો હેઠળ આગળ કાર્યવાહી કરવામાં આવશે.
શહેરના જે સ્થળોએથી મેંગો જ્યુસના નમૂના લેવામાં આવ્યા છે તેમાં લીમડા લાઇનમાં ધારેશ્વર ડેરી-સ્વીટ પેલેસ, દિગ્વિજય પ્લોટ શેરી નંબર 54 માં આવેલ શ્રી અંબિકા ડેરી પ્રોડક્સ, જગદીશ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ (જી.જી.હોસ્પિટલ સામે ), રંગોલી શ્રી ક્રિષ્ના જ્યુસ-ફાસ્ટફૂડ ( જી.જી.હોસ્પિટલ સામે), ન્યુ નીલમ જ્યુસ લચ્છી(ક્રિકેટ બંગલા રોડ) માંથી નુરી જ્યુસ સેન્ટર (એમ.પી.શાહ મેડીકલ કોલેજ સામે ) રાજ ટી સ્ટોલ (જી.જી.હોસ્પિટલ રોડ.) ઈશ્વર કોલ્ડ્રીંક્સ (જી.જી.હોસ્પિટલ રોડ), બોમ્બે ફ્રુટ-જયુસ (જી.જી.હોસ્પિટલ સામે), કિરીટ સ્વીટ એન્ડ ફરસાણ (9/1 પટેલ કોલોની), જલારામ ખમણ (રામેશ્વર ચોક) કમલેશ ડેરી (54-દિગ્વિજય પ્લોટ), શ્રી અંબિકા ડેરી ફાર્મ (21 દિગ્વિજય પ્લોટ), શ્રી સદગુરુ ડેરી ફાર્મ(24 દિગ્વિજય પ્લોટ), શ્રી લક્ષ્મી ફ્રૂટ્સ એન્ડ જ્યુસ (જી.જી.હોસ્પિટલ સામે), શ્રી અંબિકા સ્વીટ એન્ડ નમકીન(શરૂ સેક્શન રોડ), નીલમ જ્યુસ (એસ.ટી.સામે બેમિસાલ ફ્રૂટ્સ સેન્ટર (એસ.ટી.સામે) રામમંદિર શેક-સ્નેક્સ (એસ.ટી.સામે), શિવસાગર જ્યુસ-સ્નેક્સ (જોલી બંગલો પાસે), ગાંધી સોડા શોપ(જોલી બંગલો પાસે), કૃણાલ જ્યુસ & સ્નેક્સ (જોલી બંગલો પાસે) મહેક જ્યુસ-સ્નેક્સ (જોલી બંગલો પાસે), અને શ્રી આશાપુરા જ્યુસ-સીઝન સ્ટોર (14-દિ'પ્લોટ) નો સમાવેશ થાય છે.
જામનગર મહાનગરપાલિકાના એફ.એસ.ઓ.દ્વારા અલગ-અલગ વિસ્તારમાં આવેલ ફાસ્ટફૂડ, હોટલ-રેસ્ટોરન્ટ, વગેરે સ્થળોએ રૂબરૂ ઇન્સપેક્શન દરમિયાન સાફ સફાઈ અને સ્વછતા જાળવવી, હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા, સમયસર પેસ્ટકંટ્રોલ કરાવી લેવા, પેઢીમાં કામ કરતાં કર્મચારીના ફીટનેશ સર્ટીફિકેટ કરવા તેમજ પ્રિન્ટેડ પસ્તી ન વાપરવા, અંગે સુચના આપવામાં આવી હતી. જેમાં પીઝ્ઝા કીંગ (સાધના કોલોની ) ને સાફ સફાઈ અને સ્વછતા જાળવવી, હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવાની સૂચના આપવામાં આવી હતી.
ધ સ્નેક ચેટમાંથી 500 ગ્રામ બોઈલ બટેટા નાશ કરવા આવ્યો હતો. ડી.ડી.એસ.કિચન પાર્સલ પોઈન્ટ 1 કિલો રાઇસ, 500 ગ્રામ બટેટા તેમજ વિલિયમ્સ ઝોન પીઝ્ઝા (ગ્રીન સીટી) માંથી 2 કિલો બોઈલ બટેટા, 1 કિલો બ્રેડ, 500 ગ્રામ ચણા, 1 કિલો બોઈલ મકાઈ, 500 ગ્રામ રાઇસ અનહાઇજેનિક કંડીશનમાં જણાતા નાશ કરાવવામાં આવ્યો હતો. શિવમ ફૂડ (રણજીતસાગર રોડ ) માંથી 2 કિલો મંચુરિયન, 1 કિલો ભાત, 2 કિલો ગ્રેવી, 500 ગ્રામ ડ્રેગન પોટેટો, નાશ કરાવવામાં આવ્યો હતો. જે.ડી.ફાસ્ટફૂડ (રણજીતસાગર રોડ ) માંથી 15 કિલો સોસ લેબલ વગરનો જણાતા નાશ કરાવાયો હતો. ભોલેનાથ જ્યુસ સેન્ટર ખોડીયાર કોલોની 10 લીટર કલરવાળી ચાસણી મળી આવતાં નાશ કરાવાયો હતો.