Get The App

જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખાનો પતાસા બનાવવાના કારખાના પર દરોડો

Updated: Mar 2nd, 2023


Google NewsGoogle News
જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખાનો પતાસા બનાવવાના કારખાના પર દરોડો 1 - image


- હોળીના તહેવારને લઈને બનાવવામાં આવી રહેલા પતાસાના સેમ્પલો લઈ પૃથ્થકરણ માટે મોકલાવાયા

જામનગર,તા.02 માર્ચ 2023,ગુરૂવાર

જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા હોળી-ધુળેટીના તહેવારને લઈને જામનગરના સત્યનારાયણ મંદિર રોડ પર આવેલા પતાસા બનાવવાના એક કારખાના પર દરોડો પાડયો હતો, અને ત્યાંથી પતાસાને લગતા જરૂરી સેમ્પલો લેવામાં આવ્યા છે.

 જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખાનો પતાસા બનાવવાના કારખાના પર દરોડો 2 - image

જામનગરના સત્યનારાયણ મંદિર રોડ પર જગડના ડેલામાં ધીરજલાલ ભગવાનદાસ નામના વેપારી દ્વારા પતાસા બનાવવાનું કારખાનું ચલાવવામાં આવી રહ્યું છે, અને ત્યાં પતાસા તૈયાર થઈ રહ્યા છે. જેની જાણકારી મળતાં આજે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા પહોંચી જઈ દરોડો પાડવામાં આવ્યો હતો.

જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખાનો પતાસા બનાવવાના કારખાના પર દરોડો 3 - image

 જયાંથી તૈયાર પતાસાના સેમ્પલો તેમજ તેમાં ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુ વગેરેના સેમ્પલો લેવામાં આવ્યા છે, અને લેબોરેટરીમાં મોકલવામાં આવી રહ્યા છે. તેમજ સાફ સફાઈ અંગેના જરૂરી સુચનો પણ કરવામાં આવ્યા છે.જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખાનો પતાસા બનાવવાના કારખાના પર દરોડો 4 - image


Google NewsGoogle News