જામનગર પાલિકાની ફુડ શાખા દ્વારા કોલેરા ભયગ્રસ્ત વિસ્તારમાં ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ
image : Filephoto
Food Cheaking in Jamnagar : જામનગરમાં મહાનગરપાલિકાની ફુડ શાખાએ શહેરના કોલેરા ભયગ્રસ્ત વિસ્તારોમાં મોટાપાયે ચેકિંગ કરવામાં આવ્યું છે અને પાણીપુરી, ઘૂઘરા વગેરે નાસ્તાના બે ડઝનથી વધુ વિક્રેતાઓને ત્યાં ચેકિંગ કરાયું છે, તેમજ અનેક સ્થળે અખાદ્ય સામગ્રીનો નાશ કરાયો છે. જ્યારે શહેરની કેટલીક હોટલ રેસ્ટોરન્ટમાં જીવાત વગેરે નીકળવાની ફરિયાદ મળતાં 25 થી વધુ સ્થળો પર ચેકિંગ હાથ ધરી ક્લોરીનેશન સહિતની કામગીરી અંગે જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે.
જામનગર મહાનગરપાલિકાના એફ.એસ.ઓ.દ્વારા ધરારનગર-2 માં આવેલ કોલેરા પોઝીટીવ કેસ બાબતે એફ.એસ.ઓ.ની ટીમ દ્વારા ધરારનગર-2 માં ખાણીપીણી જેવી કે ગોલા-ગુલ્ફી, સરબત ,ઘૂઘરા, ઘૂઘરાની ચટણી, શેરડીનો રસ, બનાવતા ફૂડ બિઝનેશ ઓપરેટરને ત્યાં રૂબરૂ ઇન્સપેક્શન દરમિયાન સ્થળ પર ક્લોરીન મંગાવી પાણીમાં કલોરીનેશન જાળવવા, ખાદ્ય પદાર્થ ઢાંકીને રાખવા, સાફ સફાઈ અને સ્વછતા જાળવવી, હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા, ફરજીયાત નિયમિત પાણીમાં કલોરીનેશન અંગે કુલ 250 ટેબ્લેટનું વિતરણ કરી સ્થળ પર ક્લોરીનેશન કરવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં શિવાલય ફરસાણ, દાતારી સમોસા જાહેર આમલેટ સેન્ટર, કે.જી.એન.ટી સેન્ટર, તાજ હોટલ, નિગાહે કરમ આમલેટ, શાહીદી હોટલ, અરહાન રેસ્ટોરન્ટ, કોઠાવાળા હોટલ, ઇન્ડિયા પાણીપૂરી વગેરેનો સમાવેશ થાય છે.
જામનગર મહાનગરપાલિકાના એફ.એસ.ઓ.દ્વારા અલગ-અલગ વિસ્તારમાં આવેલ ફાસ્ટફૂડ, હોટલ-રેસ્ટોરન્ટ વગેરે સ્થળો એ રૂબરૂ ઇન્સપેક્શન દરમિયાન સાફ સફાઈ અને સ્વછતા જાળવવી, ખાદ્ય પદાર્થ ઢાંકીને રાખવા, હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા સમયસર પેસ્ટકંટ્રોલ કરાવી લેવા, પેઢીમાં કામ કરતાં કર્મચારીના ફીટનેશ સર્ટીફિકેટ કરવા તેમજ પ્રિન્ટેડ પસ્તી ન વાપરવા અંગે સુચના આપવામાં આવી હતી.
જેમાં નીલકંઠ પાણીપુરી 20 લીટર પાણી, 2 કિલો બટેટા માવોનો નાશ કરાવાયો હતો. આશાપુરા ફાસ્ટફૂડમાંથી 18 લીટર પાણી, 1 કિલો બટેટા માવો નાશ કરાવાયો હતો. વિજયભાઈ વડાપાઉંમાંથી 2 લીટર સોસનો નાશ કરાવ્યો હતો. આશાપુરા ડીશ ગોલા (તળાવની પાળ)માં સાફ સફાઈ અને સ્વછતા જાળવવી, હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા સુચના અપાઈ હતી. જય અંબાજી સોડા, આશાપુરા ફાસ્ટફૂડમાંથી 50 લીટર પાણી, 20 કિલો બટેટાનો માવો વગેરેનો નાશ કરાવાયો હતો. નીલેશભાઇ (જે.આર.ફ્લેવર પાણીપુરી )માંથી 25 લીટર પાણી, 2 કિલો બટેટા માવોનો નાશ કરાવાયો હતો. એ-વન પાણીપુરી 30 લીટર પાણી, 10 કિલો બટેટા માવો નાશ કરાવાયો હતો.
રાજ્ય સરકારની સુચના મુજબ મીડિયાના અલગ અલગ માધ્યમથી મળેલ સમગ્ર ગુજરાતમાં જીવાંત અંગેની ફરીયાદના અનુસંધાને હોટલ/રેસ્ટોરન્ટ વગેરે જગ્યાએ એફ.એસ.ઓ.દ્વારા રૂબરૂ ઈન્સ્પેકશન કરી પેસ્ટ કંટ્રોલ સર્ટીફિકેટ, મેડીકલ સર્ટીફિકેટ વગેરે તત્કાલ કરાવી તમામ હોટલ રેસ્ટોરન્ટના ઈન્સ્પેકશન રીપોર્ટ ઓફિસ કોમ્પ્યુટર દ્વારા તાત્કાલીક સદર ડોક્યુમેન્ટ અપલોડ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં વેજ પેલેસ રેસ્ટોરન્ટત્રણબતીમાં હાઇકોર્ટના હુકમ અન્વયે પેઢીનું નામ ગુજરાતીમાં લખવું તેમજ જે તેલનો ઉપયોગ કરતાં હોય તે બોર્ડમાં દર્શાવવું તેમજ પીવાના પાણીમાં કલોરીનેશન કરવું વગેરે સૂચના અપાઈ હતી.
ઉપરાંત પ્રસાદમ રેસ્ટોરંટ, કલ્પના હોટલ, રાજભોગ રેસ્ટોરન્ટ (હોટલ કલાતીત), વિષ્ણુ હલવા હાઉસ, જય ભવાની સ્વીટ-નમકીન, મદ્રાસ હોટલ, હોટલ સેલિબ્રેશન ઇન્દિરા માર્ગ, જેઠાલાલ રેસ્ટોરન્ટ, આતિથ્ય રેસ્ટોરન્ટ વાલકેશ્વરી નગરી, આરામ રીફ્રેશમેન્ટ, શ્રી લક્ષ્મી હોટલ-નાસ્તા ભુવન ત્રણબતી, ભાગ્યોદય રાજપુતાના લોજ બદ્રિ કોમ્પલેક્ષ બાજુમાં, ઝમઝમ રેસ્ટોરન્ટ ધણશેરી વિસ્તાર, બ્રાહ્મણીયા લોજ બદ્રિ કોમ્પલેક્ષ, કાફે પેરેડાઈઝ બેડી ગેઈટ, યમ્મીસ ફૂડ અંબર સિનેમા સામે, ન્યુ સુરેશ પરોઠા હાઉસ જી.જી.હોસ્પિટલ સામે, કૈલાષ ફરસાણ લીમડા લાઈન, શિવ શક્તિ નાસ્તા ભુવન જુના રેલ્વે સ્ટેશન, જુલેલાલ સ્વીટ માર્ટ, આશનદાસ સ્વીટ માર્ટ ત્રણબત્તી ચોકમાં પાંચ કિલો બળેલા તેલનો સ્થળ પર નાશ કરાયો છે. ગોર ફરસાણ માર્ટ, શ્રી ઉમિયા ભજીયા હાઉસ બેડી ગેટ, 26 મયુરી ભજીયા ટાઉન હોલ, પરેશ ફરસાણ ત્રણબતી વિસ્તારમાં અનહાઈઝેનીક બેસન લાડુ/મોતીચૂર લાડુ જણાતા સ્થળ પર 20 કિલો લાડુનો નાશ કરાવાયો હતો.
જામનગર મહાનગરપાલિકાના એફ.એસ.ઓ.દ્વારા દિગ્વિજય પ્લોટ 62માં આવેલ સસ્પેક્ટ કોલેરા કેસ બાબતે એફ.એસ.ઓ.ની ટીમ દ્વારા દિગ્વિજય પ્લોટ 62 મા ખાણીપીણી જેવી કે લુઝ ડ્રીન્કીંગ વોટર, ચાની લારી, ફાસ્ટફૂડ, ગોલા-ગુલ્ફી, સરબત, ઘૂઘરા, ઘૂઘરાની ચટણી, શેરડીનો રસ, બનાવતા ફૂડ બિઝનેશ ઓપરેટરને ત્યાં રૂબરૂ ઇન્સપેક્શન દરમિયાન સ્થળ પર ક્લોરીન મંગાવી પાણીમાં કલોરીનેશન જાળવવા, ખાદ્ય પદાર્થ ઢાંકીને રાખવા, સાફ સફાઈ અને સ્વછતા જાળવવી, હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા, ફરજીયાત નિયમિત પાણીમાં કલોરીનેશન અંગે કુલ 150 ટેબ્લેટનું વિતરણ કરી સ્થળ પર ક્લોરીનેશન કરવાની કામગીરી કરવામાં આવી હતી.