જામનગરના સિક્કા ટાઉનમાંથી જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ શખ્સો પકડાયા

Updated: Mar 4th, 2024


Google NewsGoogle News
જામનગરના સિક્કા ટાઉનમાંથી જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ શખ્સો પકડાયા 1 - image


- પોલીસને જોઈને અન્ય સાત શખ્સો નાસી છૂટ્યા હોવાથી તમામને ફરાર જાહેર કરાયા

જામનગર,તા.04 માર્ચ 2024,સોમવાર

જામનગર તાલુકાના સિક્કા ટાઉનમાં ગઈકાલે પોલીસે જુગાર અંગે દરોડો પાડ્યો હતો, અને ગંજીપાના વડે જુગાર રમી રહેલા પાંચ શખ્સોની અટકાયત કરી છે, જ્યારે અન્ય સાત શખ્સો ભાગી છૂટયા હોવાથી તેઓને ફરાર જાહેર કરાયા છે.

 જામનગર તાલુકાના સિક્કા ટાઉનમાં ગઈકાલે પોલીસે જુગાર અંગે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા ઈમ્તિયાઝ આમદભાઈ ફકીર, મહેબુબ ગુલમહંમદભાઈ ખલીફા, હનીફ ઇલિયાસભાઈ ભાયાણી ઉમેદ મોહમ્મદભાઈ ખીમાણી અને સોયબ અબ્દુલભાઈ ભગાડ ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 2,890 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.

 આ દરોડા સમયે સિક્કાનો સિકંદર મહંમદ ભાઈ ભાયાણી, સલીમ સાલેમહંમદ હુંદડા, અલી આમીનભાઈ ભગાડ, મોહસીન હશનભાઈ ભગાડ, મહેબુબ અહમદભાઈ મુલ્લા, ઇમરાન સાલેમોહમ્મદ હુંદડા અને વસીમ અમિનભાઈ ભગાડ વગેરે પોલીસને જોઈને ભાગી છૂટયા હોવાથી તમામને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.


Google NewsGoogle News