જામનગર જિલ્લામાંથી વિદેશી દારૂની 21 બોટલ સાથે પાંચ શખ્સ ઝડપાયા, 65 હજારનો મુદામાલ કબ્જે

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
જામનગર જિલ્લામાંથી વિદેશી દારૂની 21 બોટલ સાથે પાંચ શખ્સ ઝડપાયા, 65 હજારનો મુદામાલ કબ્જે 1 - image

image : Freepik

Jamnagar Liquor Crime : જામનગર શહેર સહિત જિલ્લામાં ત્રણ જગ્યાએ પોલીસે દરોડા પાડી વિદેશી દારૂની 21 બોટલ સાથે પાંચ શખ્સને ઝડપી લઈ મોટર સાયકલ સહિત કુલ મળી રૂપિયા 65 હજારનો મુદ્દામાલ કબ્જે લઈ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગરના નાની લાખાણી ગામે બાપા સિતારામની મઢુલી પાસેથી સુઝુકી મોટર સાયકલ ઉપર જઈ રહેલાં સાગર રામજીભાઈ માંગલિયા અને મનોજ બીજલભાઈ વઘોરા નામના બન્ને શખ્સને પંચ એ પોલીસે અટકાવી તલાશી લેતાં તેઓ પાસેથી રૂપિયા પાંચ હજારની કિંમતની વિદેશી દારૂની દસ નંગ બોટલ મળી આવતાં બન્નેની પોલીસે ધરપકડ કરી વિદેશી દારૂ અને મોટર સાયકલ સહિત કુલ મળી રૂપિયા 35 હજારનો મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે જામનગરના ફલ્લા ગામના રોડ પરથી જીજે 37 એન 8432 નંબરના જ્યુપીટર મોટર સાયકલમાં જઈ રહેલા હિતેષ ભીમજીભાઈ ભાંભી અને રામ રાજાભાઈ મુદલિયાર નામના બન્ને શખ્સને સ્થાનિક પોલીસે અટકાવી તલાશી લેતાં તેઓની પાસેથી રૂ.4500ની કિંમતની નવ નંગ વિદેશી દારૂની બોટલ મળી આવતાં કુલ મળી રૂપિયા 29,500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. 

ઉપરાંત જામનગરમાં તળાવની પાળ વિસ્તારમાં આવેલ ડોમીનોઝ પિત્ઝા પાસેથી પસાર થતાં વિમલ રાજેશભાઈ મહેતા નામના શખ્સને સિટી એ પોલીસે અટકાવી તલાશી લેતાં તેના પાસેથી રૂપિયા 1000ની કિંમતની વિદેશી દારૂની બે નંગ બોટલ મળી આવતાં ધરપકડ કરી હતી.


Google NewsGoogle News