જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાંથી પાંચ જુગારીઓ પકડાયા

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાંથી પાંચ જુગારીઓ પકડાયા 1 - image


Gambling News Jamnagar : જામનગરના સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે ગઈકાલે રાત્રે શંકર ટેકરી સુભાષ પરા વિસ્તારમાં પૂર્વ બાતમીના આધારે જુગાર અંગે દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન ગંજીપાના વડે જુગાર રમી રહેલા 4 શખ્સો નજરે પડ્યા હતા.

જામનગર પોલીસે આફ્રિદી મહેબુબભાઇ દરજાદા, રમેશ ધીરુભાઈ પરમાર, વિપુલ નારણભાઈ વાઘોણાં અને દીપક રાજુભાઈ મકવાણાની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 10,480 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.


Google NewsGoogle News