ધ્રોળ નજીક સોયલ ટોલનાકા પાસે પાર્ક કરેલા ખાતર ભરેલા ટ્રકની કેબીનમાં આગ થી દોડધામ: ધ્રોળ ફાયરે આગ બુઝાવી

Updated: Feb 4th, 2024


Google NewsGoogle News
ધ્રોળ નજીક સોયલ ટોલનાકા પાસે પાર્ક કરેલા ખાતર ભરેલા ટ્રકની કેબીનમાં આગ થી દોડધામ: ધ્રોળ ફાયરે આગ બુઝાવી 1 - image


જામનગર, તા. 04 ફેબ્રુઆરી 2024, રવિવાર

જામનગર જિલ્લાના ધ્રોલ નજીક સોયલ ટોલનાકા પાસે પાર્ક કરવામાં આવેલા એક ખાતર ભરેલા ટ્રકમાં સવારે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને ટ્રકની કેબીન ભળકે બળી હતી. ધ્રોળ ફાયરે સમયસર પહોંચી જઈ આગને બુઝાવી હતી. જેથી ટ્રકમાં ભરેલો ખાતરનો જથ્થો બચી ગયો હતો.

આગના આ બનાવની વિગત એવી છે કે ધ્રોલ તાલુકાના સોયલ ગામ પાસે આવેલા ટોલનાકા પર ખાતર ભરેલો એક ટ્રક સાઈડમાં પાર્ક કરવામાં આવ્યો હતો, જેમાં સવારે 8:30 વાગ્યાના અરસામાં ટ્રક ની કેબિનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને આગની જવાળાઓ કેબીન ની બહાર નીકળતી દેખાઇ હતી.

આ ઘટનાની જાણ થતા સૌપ્રથમ ત્યાંથી પસાર થનારા વાહન ચાલકોએ ધ્રોલ પોલીસને જાણ કરી હતી, જેથી ધ્રોલ પોલીસે ફાયર બ્રિગેડને જાણ કરતાં ધ્રોલ ફાયરની ટુકડી સમયસર ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને પાણીનો મારો ચલાવી આગને બુઝાવી દીધી હતી. જેથી ટ્રકમાં લોડ કરવામાં આવેલો ખાતરનો જથ્થો બચી ગયો હતો. આગના બનાવ મામલે ધ્રોળ પોલીસ વધુ તપાસ ચલાવે છે.


Google NewsGoogle News