જામનગરમાં જુના રેલવે સ્ટેશન પાસે પડતર જીપમાં આગ લાગતાં ફાયર તંત્ર દોડતું થયું: આગ બુજાવી

Updated: Dec 12th, 2023


Google NewsGoogle News
જામનગરમાં જુના રેલવે સ્ટેશન પાસે પડતર જીપમાં આગ લાગતાં ફાયર તંત્ર દોડતું થયું: આગ બુજાવી 1 - image

જામનગર,તા.12 ડિસેમ્બર 2023,મંગળવાર

જામનગરમાં જુના રેલ્વે સ્ટેશન પાસે આવેલી એક જગ્યામાં લાંબા સમયથી પડતર પડેલી જીપમાં એક આગ લાગી ગઈ હતી. જે અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડીએ ઘટના સ્થળે દોડી જઈ આગને કાબુમાં લઈ લીધી હતી.

 આગના આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં જુના રેલવે સ્ટેશન વાળી જગ્યામાં ઝાડી ઝાખરા પાસે એક જીપ વર્ષોથી પડતર અવસ્થામાં હતી, જેમાં એકાએક આગ લાગી હતી, અને જીપની બોડી અને ટાયરનો ભાગ વગેરે સળગવા લાગ્યા હતા.

 આગના બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીનો મારો ચલાવી આગને બુજાવી દીધી હતી. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પડતર પડેલી જીપ બળીને સંપૂર્ણ ખાખ થઈ છે.


Google NewsGoogle News