Get The App

જામનગરની સરકારી જી.જી હોસ્પિટલના નવા બિલ્ડીંગમાં આગ લાગ્યાની માહિતી મળતાં ફાયર તેમજ પોલીસતંત્ર દોડયું

Updated: Feb 6th, 2024


Google NewsGoogle News
જામનગરની સરકારી જી.જી હોસ્પિટલના નવા બિલ્ડીંગમાં આગ લાગ્યાની માહિતી મળતાં ફાયર તેમજ પોલીસતંત્ર દોડયું 1 - image


- ફાયરબ્રિગેડ, સીક્યોરિટી વિભાગ પેરા મેડિકલ સ્ટાફ વગેરેએ 10 મિનિટમાં રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું

જામનગર,તા.06 ફેબ્રુઆરી 2024,મંગળવાર

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના નવા બિલ્ડિંગમાં આગજનીના બનાવ અંગેની મોકડ્રીલ યોજવામાં આવી હતી. સવારે 11 વાગ્યે નવા બિલ્ડીંગના પ્રથમ માળે આગ લાગી છે, તેવી માહિતી મળતાં ફાયર બ્રિગેડની ટુકડીના જવાનો ફાયર ફાયટર સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા, અને માત્ર 10 મિનિટમાં જ આગ બુજાવી દેવાની કામગીરી હાથ ધરી હતી.

 જેઓની સાથે પોલીસ તંત્ર, હોસ્પિટલના નવા વેલ્ડીંગના સિક્યુરિટીના જવાનો, તથા તબીબોની ટીમ પણ હાજર રહી હતી. 10 મિનિટના સમગ્ર કવાયત પૂરી થઈ ગયા પછી વહીવટી તંત્ર દ્વારા મોકડ્રીલ ને પૂર્ણ જાહેર કરાતાં પોલીસ તેમજ ફાયરની ટુકડી વગેરે પરત ફરી હતી.


Google NewsGoogle News