Get The App

જામનગર નજીક બાઈકને ઠોકર મારી માતા-પુત્રીના મૃત્યુ નીપજાવનાર ટ્રકચાલક સામે ગુનો નોંધાયો

Updated: May 11th, 2024


Google NewsGoogle News
જામનગર નજીક બાઈકને ઠોકર મારી માતા-પુત્રીના મૃત્યુ નીપજાવનાર ટ્રકચાલક સામે ગુનો નોંધાયો 1 - image


Accident Case in Jamnagar : જામનગર નજીક વસઈ ગામના પાટીયા પાસે બાઈકને ઠોકર મારી માતા-પુત્રીને ઇજા પહોંચાડી મૃત્યુ નીપજાવનાર ટ્રકચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

 જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર વસઇ ગામના પાટીયા પાસે ગઈકાલે સાંજે ટ્રક ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં સિક્કાનું દંપત્તિ ખંડિત થયું હતું.

 બાઈક ચાલક જુસબભાઈ સુલેમાન ભાઈને ગંભીર ઇજા થવાથી સારવાર માટે જીજી હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યારે તેમના પત્ની મોમીનાબેન તેમજ પુત્રી અમીનાબેન બંનેના ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યા હતા.

 આ અકસ્માતના બનાવ અંગે સિક્કા પોલીસે તપાસ શરૂ કરી હતી, અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલા જુસબભાઈ બસરની ફરિયાદના આધારે ટ્રક ચાલક સામે ગુન્હો નોંધ્યો છે. જે આરોપી ભાગી છૂટ્યો હોવાથી પોલીસ દ્વારા તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.


Google NewsGoogle News