જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં બે પાડોશી મહિલાઓ વચ્ચે ઝઘડો થયા પછી બંનેના પુત્રો વચ્ચે મારામારી થયાની પોલીસ ફરિયાદ

Updated: Nov 29th, 2023


Google NewsGoogle News
જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં બે પાડોશી મહિલાઓ વચ્ચે ઝઘડો થયા પછી બંનેના પુત્રો વચ્ચે મારામારી થયાની પોલીસ ફરિયાદ 1 - image

image : Freepik

જામનગર.તા.29 નવેમ્બર 2023,બુધવાર

જામનગરના નવાગામ (ઘેડ) વિસ્તારમાં બે પાડોશી મહિલાઓ વચ્ચે બોલાચાલી થયા પછી બંનેના પુત્રો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો, અને હુમલા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

 આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવાગામ (ઘેડ) વિસ્તારમાં રહેતા અને અભ્યાસ કરતા શક્તિસિંહ નરેન્દ્રસિંહ ઝાલા નામના 30 વર્ષના યુવાને પોતાના ઉપર મુઠ વડે હુમલો કરી કપાળના ભાગે ઈજા પહોંચાડવા અંગે પાડોશમાં જ રહેતા વિશ્વરાજસિંહ કિશનસિંહ વાળા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

 પોલીસમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અને આરોપી બંનેના માતા વચ્ચે નાની બાબતોમાં ઝઘડો થયો હતો અને બોલાચાલી થઈ હતી. જેમાં સમાધાન પણ થયું હતું. પરંતુ વિશ્વરાજસિંહએ મનદુઃખ રાખીને ગઈકાલે આ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે. સમગ્ર મામલે સીટી બી. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.


Google NewsGoogle News