જામનગરમાં બાથરૂમમાં ન્હાતી યુવતીના ફોટા પાડનાર પાડોશી સામે પોલીસે ગુનો નોંધ્યો

Updated: Mar 21st, 2024


Google NewsGoogle News
જામનગરમાં બાથરૂમમાં ન્હાતી યુવતીના ફોટા પાડનાર પાડોશી સામે પોલીસે ગુનો નોંધ્યો 1 - image

image : Socialmedia

- યુવતીનો ભાઈ પાડોશી શખ્સને બારીમાંથી ફોટા પાડતા જોઈ જતાં તેને પડકારવાથી નાસી છુટ્યો : પોલીસ દ્વારા શોધખોળ

જામનગર,તા.21 માર્ચ 2024,ગુરૂવાર

જામનગરમાં બાઈની વાડી વિસ્તારમાં રહેતી એક યુવતી, કે જે પોતાના ઘેર બાથરૂમમાં સ્નાન કરતી હતી, જે દરમિયાન બારીમાંથી તેના ફોટા પાડનાર એક શખ્સને યુવતીના ભાઈએ પડકાર્યો હતો, જેથી તે ભાગી છૂટ્યો હતો. તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે, અને પોલીસ તેને શોધી રહી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં બાઈની વાડી વિસ્તારમાં રહેતો વિજય દાનાભાઈ પરમાર નામનો શખ્સ કે જે ગઈકાલે પોતાના જ વિસ્તારમાં રહેતી એક યુવતીના ઘરની દિવાલ કુદી અને અંદર ઘૂસ્યો હતો. અને બાથરૂમમાં સ્નાન કરી રહેલી યુવતીના બાથરૂમની બારીમાંથી ફોટા પાડવાની કોશિશ કરી હતી. જે દરમિયાન યુવતીના ભાઈની તેના પર નજર પડતાં તેને પડકાર કર્યો હતો. જેથી તે ફરીથી દિવાલ કુદીને ભાગી છૂટ્યો હતો.

આ મામલાને સીટી એ. ડિવિઝન પોલીસમાં મથકમાં લઈ જવાયો હતો. જ્યાં યુવતીના પિતા દ્વારા પોતાની પુત્રી પર અવારનવાર ખરાબ નજર રાખી રસ્તામાં બીભસ્ત ઇશારા કરવા અંગે તેમજ ઘરમાં ઘૂસી આવી બાથરૂમમાં ફોટા પાડવા અંગેની ફરિયાદ નોંધાવતાં સીટી એ. ડિવિઝન પોલીસે આરોપી વિજય દાનાભાઈ પરમાર સામે આઈપીસી કલમ 354-એ, 354-સી અને 447 મુજબ ગુન્હો નોંધ્યો છે, અને આરોપીને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News