જામનગરમાં રણજીત નગર વિસ્તારમાં દારૂ પી ને પત્ની સાથે માથાકુટ કરનાર પતિ સામે પોલીસ ફરિયાદ

Updated: Oct 14th, 2023


Google NewsGoogle News
જામનગરમાં રણજીત નગર વિસ્તારમાં દારૂ પી ને પત્ની સાથે માથાકુટ કરનાર પતિ સામે પોલીસ ફરિયાદ 1 - image

image : Freepik

જામનગર,તા.14 ઓક્ટોબર 2023,શનિવાર

જામનગર શહેરમાં દારૂનો નશો કરી પત્ની સાથે માથાકુટ કરનાર પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પત્નીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 

જામનગર શહેરના રણજીતનગર જુનો હુડકો વિસ્તારમાં રહેતા દિપાબેન ભાવેશગીરી ગોસાઈ નામના મહિલા બપોરના અરસામાં પોતાના ઘરે કામ કરી રહ્યા હતા ત્યારે તેના પતિ ભાવેશગીરી નટવરગીરી નશો કરેલી હાલતમાં ઘરેઆવી બોલાચાલી કરી ઝઘડો કરતાં દિપાબેને પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી દીધો હતો.

આથી સીટી સી. ડીવીઝન પોલીસે ભાવેશગીરીની અટક કરી પોલીસ સ્ટેશન લાવી અને તેની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.


Google NewsGoogle News