જામનગરમાં બર્ધન ચોક સહિતના વિસ્તારના ત્રણ વેપારીઓ સામે હિન્દુસ્તાન યુનિલીવર કંપનીના નામે ડુપ્લીકેટ માલ વેચવા અંગે ફરિયાદ

Updated: Sep 21st, 2023


Google NewsGoogle News
જામનગરમાં બર્ધન ચોક સહિતના વિસ્તારના ત્રણ વેપારીઓ સામે હિન્દુસ્તાન યુનિલીવર કંપનીના નામે ડુપ્લીકેટ માલ વેચવા અંગે ફરિયાદ 1 - image


- કંપનીમાંથી આવેલા અધિકારીએ પોલીસને સાથે રાખીને ચેકિંગ કરાવ્યા દરમિયાન ત્રણ વેપારીઓ પાસેથી 1.77 લાખનો નકલી માલ મળી આવ્યો

જામનગર,તા.21 સપ્ટેમ્બર 2023,ગુરૂવાર

જામનગર શહેરના બર્ધન ચોક સહિતના ત્રણ વેપારીઓ કે જેઓ હિન્દુસ્તાન યૂની લીવર કંપનીના નામે ડુપ્લીકેટ માલસામાન વેચતા હોવાથી કંપનીના અધિકારીએ પોલીસને સાથે રાખીને ચેકિંગ કરાવ્યા બાદ ત્રણ વેપારીઓ પાસેથી રૂપિયા એક લાખ 70 હજારની કિંમતના ડુપ્લીકેટ માલ સામાન મળી આવ્યો હતો, જે કબજે કરી ત્રણેય વેપારીઓ સામે કોપી રાઈટ ભંગ અંગે ગુનો દાખલ કરાવ્યો છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે ભારતની હિન્દુસ્તાન યૂની લીવર કંપનીના અધિકારી નયનતારા ડેમીડેવિડ ક્રિશ્ચિયન કે જેઓ જામનગર શહેરમાં પોતાના કંપનીના માલના બદલે તેને લગત ડુપ્લીકેટ માલ સામાનનું વેચાણ થઈ રહ્યું છે, તેવી જાણકારી સાથે પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો, અને શહેરના બર્ધનચોક સહિતના વેપારીઓને ત્યાં તપાસણી કરવામાં આવી હતી.

જે તપાસણી દરમિયાન બર્ધન ચોક પાસે આવેલી કરીમજી ઈસ્માઈલજી અત્તરવાલા નામની દુકાનમાં તપાસ કરાવતાં તેના વેપારી આલિયાસકર કુરબાનભાઈ અતરવાલા દ્વારા પોતાની દુકાનમાં હિન્દુસ્તાન યુનિળીલીવર લિમિટેડ કંપનીની પ્રોડક્ટ લેક્મેંની 15 આઈટમની 56 નંગ ચીજ વસ્તુઓ કે જેની કિંમત 18,190 રૂપિયા થાય છે, તે તમામ વસ્તુઓ ડુપ્લીકેટ તરીકે કબજે કરી લીધી હતી અને તેનું વેચાણ કરતા વેપારી અલિઅસગર કુરબાનભાઈ અત્તર વાલા તમે કોપી રાઈટ ભંગ મુજબનો ગુનો નોંધ્યો છે.

આ ઉપરાંત બીજા વેપારી કાલાવડ નાકા બહાર રહેતા મુસ્તફા સબીરભાઈ કોઈચા દ્વારા  લીંડી બજારમાં આવેલી પોતાની દુકાનમાં હિન્દુસ્તાન યુનિવર્સલ લિમિટેડ કંપનીની પ્રોડક્ટની લેકમેની 1 આઈટમની 622 નંગ ચીજ વસ્તુઓ કે જેની કુલ કિંમત 1,23,666 થઈ છે જે તમામ વસ્તુઓ ડુપ્લીકેટ હોવાથી તે તમામ મુદ્દામાલ કબજે કરી લેવાયો છે, અને મુક્તફા શબ્બીરભાઈ સામે પણ કોપી રાઈટ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત ત્રીજા વેપારી સચિન સુભાષભાઈ વૈયાટા કે જેઓએ પોતાની મહાલક્ષ્મી ચોકમાં આવેલી પંચરત્ન બ્યુટી સિલેક્શન નામની દુકાનમાં હિન્દુસ્તાન યૂની લીવર કંપનીની જુદી જુદી આઈટમ જેની કિંમત 45,690 થાય છે.

જે તમામ વસ્તુઓ ડુપ્લીકેટ રાખીને તેનું વેચાણ કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. તેથી તેની સામે પણ કોપીરાઇટ ભંગ અંગે ગુન્હો દાખલ કરવામા આવ્યો છે. આ કાર્યવાહીને લઈને જામનગરમાં મોટી કંપનીના ડુપ્લીકેટ માલ સામાનનો વેચાણ કરતા વેપારીઓમાં ભારે ફફડાટ મચી ગયો છે.


Google NewsGoogle News