જામનગરમાં રણજીત સાગર રોડ પર જાહેરમાં ગેરકાયદે ઘાસનું વેચાણ કરી રહેલા બે વિક્રતાઓ સામે ફોજદારી ગુનો દાખલ
image : Socialmedia
જામનગર,તા.12 ફેબ્રુઆરી 2024,સોમવાર
જામનગર શહેરમાં જાહેરમાં ઘાસચારાના વેચાણ કરવા સામે પ્રતિબંધ હોવા છતાં કેટલાક વિક્રેતાઓ જાહેરમાં ઘાસનું વેચાણ કરી માર્ગો પર રખડતા ઢોરને એકત્ર કરતા હોવાથી આવા વિક્રેતાઓ સામે પોલીસ ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અને બે વિક્રેતાઓ સામે ગુનો નોંધાવાયો છે.
જામનગરના રણજી સાગર રોડ પર મારુ કંસારા હોલ નજીકના વિસ્તારમાં જાહેરમાં ઘાસચારા નું વેચાણ કરી રહેલા જલ્પેશ રાજેશભાઈ કણઝારીયા તેમજ લાલજીભાઈ રામજીભાઈ પરમાર નામના બે ઘાસના વિક્રેતાઓ સામે જામનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ શાખાના મેનેજમેન્ટ વિભાગના મહિલા કર્મચારી ઉર્વશીબેન દીપકભાઈ પટેલે સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે ઘાસનો જથ્થો મહાનગરપાલિકા દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યો છે.
જે બન્ને ઘાસના વિક્રેતાઓ સામે સીટી એ. ડિવિઝન પોલીસે જામનગર મહાનગરપાલિકાના કમિશનરના જાહેરનામાના ભંગ બદલની કલમ 188 મુજબ ગુનો નોંધ્યો છે.