Get The App

જામનગરમાં રૂપિયાની ઉઘરાણીના પ્રશ્ને બે મિત્રો વચ્ચે બબાલ : ઉછીના પૈસા આપનાર મિત્રને માર ખાવો પડ્યો

Updated: Oct 9th, 2024


Google NewsGoogle News
જામનગરમાં રૂપિયાની ઉઘરાણીના પ્રશ્ને બે મિત્રો વચ્ચે બબાલ : ઉછીના પૈસા આપનાર મિત્રને માર ખાવો પડ્યો 1 - image


Jamnagar Crime : જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં બે મિત્રોને પૈસાની લેતી દેતીના મામલે તકરાર થઈ હતી અને 80 હજાર રૂપિયા ઉછીના આપનાર યુવાનને પૈસાની ઉઘરાણી કરવા જતાં આખરે માર ખાવાનો વારો આવ્યો છે. અને બે શખ્સો એ લાકડાના ધોકા વડે હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા હોવાથી પોલીસ ફરિયાદ કરાઇ છે.

 આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરના નીલકંઠ નગરમાં રહેતા અબ્દુલ હાફીઝ અલ્લારખાભાઈ અખાણી નામના 29 વર્ષના સુમરા વેપારી યુવાને પોતાના ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી ફેક્ચર સહિતની ઈજા પહોંચાડવા અંગે પોતાના જ મિત્ર ગાંધીનગરમાં રહેતા દિવ્યરાજસિંહ દશરથસિંહ જાડેજા અને તેના સાગરીત સામે ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી અને આરોપી બંને એકબીજાના મિત્ર છે, અને મિત્રના સંબંધમાં ફરીયાદી અબ્દુલ હાફિઝે આરોપી દિવ્યરાજસિંહને 80 હજાર રૂપિયા હાથ ઉછીના આપેલા હતા. જે રકમની ઉઘરાણી કરવા જતાં આરોપી દિવ્યરાજસિંહ પોતાના સાગરીત સાથે હુમલો કરી દઇ ફરીથી પૈસા માંગશે તો પતાવી નાખશે, તેવી ધમકી આપી હોવાથી મામલો સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, પોલીસ બંને હુમલાખોર આરોપીને શોધી રહી છે.


Google NewsGoogle News