જામનગરના નારણપર ગામમાં યુવતીએ ફોન નહીં ઉપાડતાં મંગેતરે તકરાર કરી હુમલો કર્યાની પોલીસ ફરિયાદ

Updated: Feb 21st, 2024


Google NewsGoogle News
જામનગરના નારણપર ગામમાં યુવતીએ ફોન નહીં ઉપાડતાં મંગેતરે તકરાર કરી હુમલો કર્યાની પોલીસ ફરિયાદ 1 - image


- તું કેમ મારા ફોન નથી ઉપાડતી અને તારી મનમાની કરે છે, તેમ કહી કારમાં માથું અથડાવી બેલ્ટથી માર મારી સોનાની વીંટી ઝુંટવી લીધી

જામનગર,તા.21 ફેબ્રુઆરી 2024,બુધવાર

જામનગર તાલુકાના નારણપર ગામમાં રહેતી એક યુવતીને તેણીના મંગેતરે ફોન નહી ઉપાડવા ના પ્રશ્ને ઘર નીચે કારમાં બોલાવી માથું કારમાં અથડાવ્યા પછી બેલ્ટથી માર મારી સોનાની વીંટી ઝુંટવી લીધાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના નારણપર ગામમાં રહેતી ઋત્વિકાબા ભાવસંગજી જાડેજા નામની 23 વર્ષની એક યુવતીએ પોતાને ઘર પાસે કારમાં બોલાવ્યા પછી તકરાર કરી પોતાનું માથું કારમાં અથડાવી ઇજા પહોંચાડી હતી.

 ત્યારબાદ પોતે પહેરેલા બેલ્ટ પડે માર માર્યો હતો, અને હાથમાં પહેરેલી રૂપિયા 15 હજારની કિંમતની સોનાની વીંટી ઝુંટવી લીધી હતી, અને પરિવારને આ બનાવ બાબતે જાણ કરશે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી.

 ફરિયાદી યુવતીનું આરોપી સાથે પાંચમી ફેબ્રુઆરીના રોજ સગપણ થયું હતું, અને ફરિયાદી સાથે અવાર-નવાર મોબાઇલ ફોનમાં વાતચીત કરતા હતા. પરંતુ ગત 17 મી તારીખે ફરિયાદી પોતાના ઘેર સૂઈ ગયા હતા, દરમિયાન આરોપીએ ફોન કરતાં તેનો ફોન રિસીવ થયો ન હતો. તેનું મનદુઃખ રાખીને ગઈકાલે આરોપી પોતાના કારમાં મંગેતરના ઘેર આવ્યો હતો, અને ઘરમાંથી નીચે કારમાં બોલાવી લીધા પછી તેને માર માર્યો હોવાનું પોલીસમાં જાહેર કરાયું છે. જે મામલે પંચકોશી બી. ડિવિઝન ના પી.એસ.આઇ. એમ.વી.મોઢવાડિયા વધુ તપાસ ચલાવે છે.


Google NewsGoogle News