જામનગરના દાઉદી બોહરા સમાજના બહેનોએ બી.જે.એસ.જૈન સંગઠન દ્વારા આયોજિત સેમિનારમાં પાણી બચાવવાના શપથ લીધા
જામનગર,તા.5 જુલાઈ 2023,બુધવાર
જામનગરમાં દાઉદી વોહરા સમાજની મહિલાઓના નિમંત્રણને સ્વીકારીને બી.જે.એસ. જૈન સંગઠન ફાઉન્ડેશન જામનગરના સભ્યો દ્વારા "જલ છે તો જીવન છે" વિષય અંતર્ગત પાણીની જીવ સૃષ્ટિ માટેની જરૂરિયાત, પાણી બચાવવા અને સમજદારી પૂર્વક વાપરવાની રીત અને વરસાદી પાણીના સંગ્રહ વિશે વિસ્તૃત માહીતી આપવામાં આવી હતી.
આ સેમિનારમાં દાઉદી બોહરા સમાજની બહેનો એ જલ બચાવવાનો સંકલ્પ કરી અન્ય લોકોને પણ જાગ્રુત કરવાના શપથ લીધા હતા.