જામનગરમાં મચ્છરોનો ઉપદ્રવ ફાટી નિકળવાની દહેશત : બિલ્ડિંગના પાર્કિંગમાં ભરાયેલા પાણી બન્યા ઉછેર કેન્દ્ર

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
જામનગરમાં મચ્છરોનો ઉપદ્રવ ફાટી નિકળવાની દહેશત : બિલ્ડિંગના પાર્કિંગમાં ભરાયેલા પાણી બન્યા ઉછેર કેન્દ્ર 1 - image


Jamnagar News : જામનગર શહેરમાં એક તરફ કોલેરા તથા ચાંદીપુરા સહિતના રોગચાળાના કેસો સામે આવી રહ્યા છે. એવામાં જામનગર શહેરના અનેક વિસ્તારોમાં આવેલા બિલ્ડિંગોના પાર્કિંગમાં વરસાદી પાણી ભરાયા હોય, રોગચાળો વકરવાની દહેશત જોવા મળી રહી છે. બિલ્ડિંગના પાર્કિંગમાં ભરાયેલા પાણીના કારણે માખી મચ્છર સહિતની જીવાતોની ઉત્પતિને કારણે શહેરીજનો બીમારીમાં સપડાઈ શકે તેમ છે. 

જામનગર શહેરમાં કોલેરા-ચાંદીપુરા-મલેરીયા સહિતના રોગચાળાના કેસો વધી રહ્યા છે એવામાં હાલમાં થયેલા વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં આવેલા બિલ્ડિંગોના પાર્કિંગમાં વરસાદી પાણી તેમજ ગટરના પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. આવા બિલ્ડિંગોના પાર્કિંગો જાણે માખી મચ્છર સહિતની જીવાતો માટે ઉત્પતિના સ્થાન બની રહ્યા છે. જેનો ભોગ શહેરીજનો બની રહ્યા છે રોગચાળો વકરી રહ્યો છે એવામાં આ ગંદકી શહેરમાં રોગચાળાને વધારી શકે છે. ખતરનાક રોગો લોકોને બીમારીના ભરડામાં લઇ રહ્યા છે. એવામાં શહેરભરના અસંખ્ય પાર્કિંગો પાણી અને ગંદકીથી ખદબદી રહ્યા છે. તંત્ર દ્વારા આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરીને બિલ્ડિંગધારકોને નોટિસો કે સૂચના આપી પાર્કિંગમાંથી વરસાદી પાણી તથા ગંદા પાણીનો તાત્કાલિક નિરાકરણ કરવો જોઇએ અન્યથા શહેરીજનોને બીમારીમાં હોમાતા કોઇ રોકી શકશે નહીં. 

વિવિધ વિસ્તારોમાં આવેલા બિલ્ડિંગોના પાર્કિંગોમાં વરસાદી પાણીને કારણે રોગચાળો વકરી શકે છે. તંત્ર દ્વારા સફાઈ કે જંતુનાશક દવાનો છંટકાવ કરી સંતોષ મેળવવામાં આવી રહ્યો છે. પરંતુ આ અંગે કડક કાર્યવાહી થાય તો જ શહેરીજનો રોગચાળાના ભરડામાં આવતા બચી શકે તેમ છે.


Google NewsGoogle News