Get The App

જામનગરના સુવરડા ગામના ખેડૂત પ્રૌઢને વીજ આંચકો લાગતાં અપમૃત્યુ

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
જામનગરના સુવરડા ગામના ખેડૂત પ્રૌઢને વીજ આંચકો લાગતાં અપમૃત્યુ 1 - image


Jamnagar News : જામનગર તાલુકાના સુવરડા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા એક ખેડૂત પ્રૌઢને વીજ આંચકો લાગ્યો હતો અને પટકાઇ પડતાં ઇજા થવાથી તેઓનું અપમૃત્યુ થયું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક સુવરડા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ભુપતભાઈ મગનભાઈ નંદા નામના 58 વર્ષના ભાનુશાળી ખેડૂત પોતાની વાડીએથી ઘેર પરત જવા માટે નીકળ્યા હતા. દરમિયાન પોતાની વાડીની બાજુમાં રહેલા વીજ સબ સ્ટેશન પાસેથી પસાર થતી વખતે આર્થીગમાંથી વિજ આંચકો લાગ્યો હતો અને નીચે પટકાઈ પડ્યા હતા. તેઓને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.

આ બનાવ અંગે મૃતકના પુત્ર સાગર ભુપતભાઈ નંદાએ પોલીસને જાણતા હતા પંચકોશી એ. ડિવિઝન કોન્સ્ટેબલએ મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News