Get The App

જામનગર : જામજોધપુરના કલ્યાણપુર ગામમાં પોતાની જ વાડીની ફેન્સીંગમાંથી વિજ આંચકો લાગતા ખેડૂતનું મૃત્યુ

Updated: Dec 23rd, 2023


Google NewsGoogle News
જામનગર : જામજોધપુરના કલ્યાણપુર ગામમાં પોતાની જ વાડીની ફેન્સીંગમાંથી વિજ આંચકો લાગતા ખેડૂતનું મૃત્યુ 1 - image

image : Freepik

જામનગર,તા.22 ડિસેમ્બર 2023,શનિવાર

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામમાં વાડી વિસ્તારમાં એક વિચિત્ર કિસ્સો બન્યો છે. ઇલેક્ટ્રીક વાયર ખેંચીને પોતાની વાડીની કાંટાળી તારમાં પસાર કર્યો હતો, જેમાંથી તેને જ વિજ આંચકો લાગી ગયો હતો, અને મૃત્યુ નીપજ્યું છે.

 આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા બધાભાઈ જેરામભાઈ પાટડીયા પોતાની ખેતીની જમીનમાં જ આવેલા વિજ તંત્રના ટ્રાન્સફોર્મર માંથી ડાયરેક્ટ વિજ કનેક્શન ખેંચી લીધું હતું, અને પોતાની ખેતીની જમીનમાં આવેલા મકાન તેમજ ભેંસ વિયાવાની હોવાથી ખાતર અને છાણના ઢગલા પાસે અને વાડીની ફેન્સીંગમાં ઈલેક્ટ્રીક વાયર ગોઠવી દીધા હતા.

 જેમાં ગેરકાયદે વિજ પ્રવાહ પસાર કર્યો હોવાથી ગઈકાલે ખેડૂત બધાભાઈ ખાતર લેવા જતાં તેઓને જ વિજ આંચકો લાગી ગયો હતો, અને સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. 

આ બનાવ અંગે ગાંડુંભાઈ જેરામભાઈ પાટડીયાએ પોલીસને જાણ કરતાં શેઠ વડાળા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળ્યો છે. જ્યારે સ્થળ પરનું પંચનામુ કરી વધુ તપાસ હાથ ધરી છે. વિજ તંત્રને પણ સમગ્ર બનાવ અંગેની જાણ કરવામાં આવી હતી.


Google NewsGoogle News