જામનગરમાં ચુનાના ભઠ્ઠા વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર પછી એક પરિવાર પર ત્રણ પાડોશીઓનો હુમલો

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
જામનગરમાં ચુનાના ભઠ્ઠા વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર પછી એક પરિવાર પર ત્રણ પાડોશીઓનો હુમલો 1 - image


- પાડોશીના ત્રાસથી કંટાળી જઈ એક યુવાને એસીડ પી લેતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો

જામનગર, તા. 08 ઓક્ટોબર 2023, રવિવાર

જામનગરમાં ચુનાના ભઠ્ઠા વિસ્તારમાં રહેતા બે પાડોશીઓ વચ્ચે ઝઘડો થયા પછી એક પાડોશી પરિવાર પર તેના પાડોશમાં રહેતા ત્રણ શખ્સો એ હુમલો કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

ઉપરાંત પાડોશીના હુમલા અને દાગ ધમકીના કારણે એક યુવાને એસીડ પી લેતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં બાઈની વાડી ચૂનાનો ભઠ્ઠો વિસ્તારમાં રહેતી રમીલાબેન હરીશભાઈ ધ્રુવ નામની ૪૫ વર્ષની મહિલાએ પોતાના ઉપર તેમજ પોતાના પરિવારના સભ્યો પુત્ર રજનીશ, અને પુત્રી મનીષા, કિરણ વગેરે ઉપર હુમલો કરી દેવા અંગે પાડોશમાં રહેતા જમનાબેન ગેડા, માઈકલ ગેડા અને રામજીભાઈ ગેડા સામે ફરિયાદ નોંધાવી છે.

આ બનાવ બાદ વારંવાર ની તકરાર અને ધમકીને લઈને રમીલાબેન ના પુત્ર રજનીશે ઘરની બહાર એસિડ પી લેતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ બનાવ પછી સીટી એ. ડિવિઝન પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News