જામનગરની ફૂડ શાખાની તપાસણી દરમિયાન એક ગોદામમાંથી સાડા ત્રણ લાખની કિંમતનો એક્સપાયરી ડેઇટનો માલ સામાન મળી આવ્યો

Updated: May 28th, 2024


Google NewsGoogle News
જામનગરની ફૂડ શાખાની તપાસણી દરમિયાન એક ગોદામમાંથી સાડા ત્રણ લાખની કિંમતનો એક્સપાયરી ડેઇટનો માલ સામાન મળી આવ્યો 1 - image


Jamnagar Corporation Food Cheaking : જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા સાજીદભાઈ પીંજારા નામના વેપારીની પેઢીના ખજાનાકા વિસ્તારમાં વારીયા મસ્જિદ પાસે આવેલા આવેલા ગોદામાં તપાસણી કરતાં એક્સપાયરી ડેઇટનો સંખ્યાબંધ ખાદ્ય સામગ્રીનો જથ્થો મળી આવ્યો હતો. અંદાજે સાડા ત્રણ લાખની કિંમતના તમામ અખાદ્ય સામગ્રીના પેકેટ વગેરેને કબજે કરી લેવામાં આવ્યા હતા, અને ગુલાબ નગર ડમ્બીંગ પોઇન્ટ નજીક જેસીબી થી ખાડો કરીને તમામ સખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો.

જામનગરની ફૂડ શાખાની તપાસણી દરમિયાન એક ગોદામમાંથી સાડા ત્રણ લાખની કિંમતનો એક્સપાયરી ડેઇટનો માલ સામાન મળી આવ્યો 2 - image

જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસરને મળેલ ફરીયાદ અનુસંધાને શહેરના વરિયા મસ્જીદની બાજુમાં, મરછી પીઠ ચોક, ખોજા નાકા, જામનગરના ગોડાઉનમાં તપાસ કરતાં ગોડાઉન તથા સેલ વિભાગમાં રહેલ અલગ-અલગ ખાદ્ય ચીજોમાં લેબલમાં એક્સપાયરી ડેટ મળી આવી હતી.

 તેમજ દુકાન/ગોડાઉનમાં કાયદા મુજબ કોઈ જગ્યાએ નોટ ફોર સેલ જેવા બોર્ડ દર્શાવેલ ન હતો તેથી વિક્રેતાના જણાવ્યા મુજબ સમગ્ર એક્સપાયરી જથ્થો છોટા હાથી વહીકલમાં સોર્ટિંગ કરી એક્સપાયરી ડેટેડ માલ અલગ તારવી સમગ્ર જથ્થો આશરે 3.5 લાખની કીમતનો માલ ડમ્પીંગ સાઈડ, ગુલાબનગર ખાતે લઈ જવાયો હતો. જ્યાં જેસીબીથી ખાડો કરી જમીનમાં દાટવામાં આવ્યો છે, જે કામગીરી ગઈકાલે બપોરના 1.30 થી બપોરના 4.30 વાગ્યા સુધી ચાલી હતી.


Google NewsGoogle News