જામનગરના અશોક સમ્રાટનગર વિસ્તારમાં કેનાલ ઉપર ખડકી દેવાયેલા ગેરકાયદે તબેલા એસ્ટેટ શાખાએ દૂર કર્યા

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
જામનગરના અશોક સમ્રાટનગર વિસ્તારમાં કેનાલ ઉપર ખડકી દેવાયેલા ગેરકાયદે તબેલા એસ્ટેટ શાખાએ દૂર કર્યા 1 - image


Stables Demolition in Jamnagar : જામનગરના અશોક સમ્રાટ નગર વિસ્તારમાં રહેતા સ્થાનિક આસામીઓ દ્વારા ત્યાંથી પસાર થતી જામનગર મહાનગરપાલિકાની કેનાલની ઉપર ગેરકાયદે ભેંસોના તબેલા ખડકી દેવાયા હતા અને દબાણ કરવામાં આવ્યું હતું. 

જે અંગેની માહિતી મળતાં જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારી નીતિન દીક્ષિત, સુનિલ ભાનુશાલી, યુવરાજસિંહ ઝાલા, અને અનવર ગજણ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને જેસીબીની મદદ થી અંદાજે ત્રણેક હજાર ચોરસ મીટર લંબાઈમાં ખડકી દેવાયેલા ભેંસોના તબેલાનું દબાણ દૂર કર્યું હતું અને મહાનગર પાલિકાની જગ્યા ખુલ્લી કરાવાઈ હતી.


Google NewsGoogle News