જામનગરમાં રહેણાક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો : આરોપીની અટકાયત

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
જામનગરમાં રહેણાક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો : આરોપીની અટકાયત 1 - image


Jamnagar Liquor Crime : જામનગરમાં યાદવ નગર વિસ્તારમાં રહેતા એક શખ્સના રહેણાક મકાન પર એલસીબીની ટુકડીએ દારૂ અંગે દરોડો પાડ્યો હતો, અને ઇંગ્લિશ દારૂ સાથે આરોપીની અટકાયત કરી છે.

 જામનગરમાં યાદવ નગર શેરી નંબર-2 માં રહેતા મોહિત ઉર્ફે ઉકેરીયો કિશોરભાઈ આંબલીયા નામના શખ્સ દ્વારા પોતાના મકાનમાં ઈંગ્લીશ દારૂની બાટલી નો જથ્થો સંતાડવામાં આવ્યો છેઝ તેવી બાતમીના આધારે ગઈ રાત્રે એલસીબીની ટુકડીએ દરોડો પાડયો હતો.

 જે દરોડા દરમિયાન મકાનમાંથી 15 નંગ ઇંગ્લિશ દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો. જે ઈંગ્લિશ દારૂ પોલીસે કબજે કર્યો છે, અને આરોપી મોહિત આંબલીયાની અટકાયત કરી લીધી છે.


Google NewsGoogle News