જામનગર નજીક મોટી ખાવડીમાં રહેણાક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો : દારૂના ધંધાર્થી રીક્ષા ચાલકની અટકાયત

Updated: Apr 2nd, 2024


Google NewsGoogle News
જામનગર નજીક મોટી ખાવડીમાં રહેણાક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો : દારૂના ધંધાર્થી રીક્ષા ચાલકની અટકાયત 1 - image

image : Freepik

Liquor Raid in Jamnagar : જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં આવેલા એક રહેણાક મકાન પર પોલીસે દારૂ અંગે દરોડો પાડી 36 નંગ દારૂની બોટલ સાથે એક શખ્સને ઝડપી લીધો છે, અને દારૂનો જથ્થો સપ્લાય કરનાર અન્ય એક શખ્સને ફરાર જાહેર કરાયો છે.

 જામનગર તાલુકાના ગાગવા ગામમાં રહેતા અને રિક્ષા ચલાવતા કલ્પેશગર લાલગર ગોસાઈ દ્વારા મોટી ખાવડીના ગાગવાધાર વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં ઇંગલિશ દારૂ ઉતારવામાં આવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો, અને અંદર સંતાડવામાં આવેલો 36 નંગ ઇંગ્લિશ દારૂની બોટલનો જથ્થો કબજે કરી લઈ આરોપી કલ્પેશગર લાલગર ગોસાઈની અટકાયત કરી લીધી છે.

 પોલીસની પૂછપરછ દરમિયાન તેને ઉપરોક્ત દારૂ જામનગરના સિક્કામાં રહેતા મુકેશ ઉર્ફે રઈશ જયંતીભાઈ ચૌહાણએ સપ્લાય કર્યો હોવાથી પોલીસે તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News