જામનગરના ધ્રોળમાં ગોકુલ પાર્ક સોસાયટીમાં રહેણાંક મકાનમાં સંતાડેલો ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડાયો

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News
જામનગરના ધ્રોળમાં ગોકુલ પાર્ક સોસાયટીમાં રહેણાંક મકાનમાં સંતાડેલો ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડાયો 1 - image

image : Freepik

- ઈંગ્લીશ દારૂ સાથે હાડાટોડા ગામના એક શખ્સની અટકાયત: સપ્લાયરને ફરાર જાહેર કરાયો

જામનગર,તા.08 નવેમ્બર 2023,બુધવાર

જામનગર જિલ્લાના ધ્રોળમાં ગોકુલ પાર્ક સોસાયટીમાં એક ભાડાના મકાનમાંથી 24 નંગ દારૂની બાટલીનો જથ્થો પકડાયો છે, અને દારૂ સંતાડનાર હાડાટોડા ગામના એક શખ્સની અટકાયત કરાઈ છે, જ્યારે તેને દારૂ સપ્લાય કરનાર અન્ય શખ્સને ફરાર જાહેર કરાયો છે.

 ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામના વતની હાર્દિક દેવશીભાઈ ગોજિયા નામના શખ્સ દ્વારા ધ્રોળમાં ગોકુળ પાર્ક સોસાયટીમાં એક મકાન ભાડે રાખીને તેમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંગ્રહ કરીને તેનું ખાનગીમાં વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની બાતમીના આધારે ધ્રોળ પોલીસે દરોડો પાડયો હતો અને હાર્દિક દેવશીભાઈ ગોજિયાને અટકાયત કરી લઈ મકાનમાંથી રૂપિયા 12,000ની કિંમતનો 24 નંગ દારૂની બાટલીનો જથ્થો કબજે કર્યો હતો. ઉપરોક્ત દારૂનો જથ્થોને ડાંગરા ગામના પરાક્રમ સિંહ ભરતસિંહ જાડેજાએ સપ્લાય કર્યો હોવાથી તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News