ધ્રોલ થી જામનગરમાં કાર મારફતે ઘુસાડવામાં આવી રહેલો ઈંગ્લીશ દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયો : બે શખ્સોની અટકાયત

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
ધ્રોલ થી જામનગરમાં કાર મારફતે ઘુસાડવામાં આવી રહેલો ઈંગ્લીશ દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયો  :  બે શખ્સોની અટકાયત 1 - image

image : Freepik

Liquor Crime in Jamnagar : જામનગર જિલ્લાના ધ્રોલ થી જામનગર તરફ આવી રહેલી એક કારમાં ઇંગલિશ દારૂ અને બિયરનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે એલસીબીની ટુકડીએ દરોડો પાડી. જામનગરના બે શખ્સોની અટકાયત કરી લઇ ઇંગલિશ દારૂ, બીયર, કાર સહિત રૂપિયા 5.67 લાખની માલમતા કબજે કરી છે.

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગરમાં અંધઆશ્રમ આવાસ કોલોનીમાં રહેતો અંકિત ઉર્ફે બલુ મુકેશભાઈ બારોટ તેમજ દિગ્વિજય પ્લોટ શેરી નંબર 64 માં રહેતો પ્રવીણ ઉર્ફે પવી લક્ષ્મીદાસ ગજરા કે જે બંને શખ્સો જી.જે.27 એ.પી.3699 નંબરની હોન્ડા સિટી કારમાં ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો ભરીને ધ્રોળ થી જામનગર તરફ આવી રહ્યા છે, જેથી એલસીબીની ટુકડીએ ધ્રોલ ટાઉનમાં વોચ ગોઠવી હતી. તે દરમિયાન ઉપરોક્ત કાર ત્યાંથી પસાર થતાં તેને અટકાવીને તલાસી લીધી હતી. જે તલાસી દરમિયાન કારમાંથી 480 નંગ ઇંગ્લિશ દારૂની નાની બોટલનો જથ્થો મળી આવ્યો હતો, ઉપરાંત 90 નંગ બિયરના ટીન પણ મળ્યા હતા. આથી પોલીસે ઇંગલિશ દારૂ, બીયર, કાર અને મોબાઈલ ફોન સહિત રૂપિયા 5,67,000 ની માલમતા કબજે કરી છે, અને બંને દારૂના ધંધાર્થીઓની અટકાયત કરી લઇ તેઓ સામે ધ્રોલ પોલીસમાં દારૂબંધી ભંગ અંગેનો ગુનો દાખલ કરાવ્યો છે.


Google NewsGoogle News