Get The App

જામનગર જિલ્લા પંચાયતના કર્મચારીઓ વિવિધ પ્રશ્નોને લઈને કાળા વસ્ત્રો પહેરીને ફરજ માં જોડાયા

Updated: Feb 16th, 2024


Google NewsGoogle News
જામનગર જિલ્લા પંચાયતના કર્મચારીઓ વિવિધ પ્રશ્નોને લઈને કાળા વસ્ત્રો પહેરીને ફરજ માં જોડાયા 1 - image


ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહા સંઘના આદેશ અનુસાર આજે વધુ એક આંદોલનાત્મક કાર્યક્રમ અપાયો

જામનગર, તા. 16 ફેબ્રુઆરી 2024 શુક્રવાર

ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહાસંઘના આદેશ અનુસાર સમગ્ર રાજ્ય ભરમાં ફરજ બજાવતા પંચાયતી કર્મચારીઓના જુદા જુદા  પ્રશ્નોને લઈ ને  ગયા બુધવારથી વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમોનો પ્રારંભ કરાયો છે, જેના ભાગરૂપે આજે જામનગરની જિલ્લા પંચાયતના તમામ કર્મચારીઓ કાળા વસ્ત્રો પહેરીને પોતાની ફરજ પર જોડાયા છે.

કર્મચારી મંડળના સભ્યો દ્વારા પોતાની  જુદી જુદી ચાર જેટલી માંગણીઓ જેમાં ૧.૪.૨૦૦૪ પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજના આપવા બાબત, તેમજ કેન્દ્ર સરકારના ધોરણે પીએફમાં ૧૦ ટકા ના બદલે સરકારનો ફાળો ૧૪ ટકા કરવા, તથા કેન્દ્રના કારણે  ડી.એ.ના સ્લેબ માં વધારો કરવા, ઉપરાંત કેન્દ્રના કારણે અન્ય ભથ્થાઓ સાતમાં પગાર પંચ મુજબ આપવા ની વિવિધ માંગણીઓ સાથે લડત ચલાવવામાં આવી રહી છે.

જામનગર જિલ્લા પંચાયતના કર્મચારીઓ વિવિધ પ્રશ્નોને લઈને કાળા વસ્ત્રો પહેરીને ફરજ માં જોડાયા 2 - image

જે પ્રશ્નોનું આજ સુધી નિરાકરણ આવ્યું ન હોવાથી આજે ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહાસંઘના આદેશ અનુસાર વિરોધ કરાયો છે.

ગયા બુધવારથી શરૂ કરાયેલા આંદોલન ના પગલે આજે ૧૬ ફેબ્રુઆરીએ સમગ્ર રાજ્યના કર્મચારીઓ કાળા કપડા ધારણ કરીને પોતાની ફરજ બજાવી રહ્યા છે જેમાં જામનગર જિલ્લા પંચાયતના કર્મચારીઓએ પણ કાળા વસ્ત્રો પહેરીને ફરજ પર હાજર રહી પોતાનો વિરોધ દર્શાવ્યો છે, અને મુખ્યમંત્રીને પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું છે.

ત્યારબાદ આગામી તારીખ ૨૩ ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર ખાતે બપોરે ૧૨.૦૦ વાગ્યા થી ૩.૦૦ વાગ્યા સુધી ધરણાં નો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે.


Google NewsGoogle News