જામનગરમાં ગઈરાત્રે વરસાદ દરમિયાન દરબારગઢ વિસ્તારમાં વિજ ટ્રાન્સફોર્મર બળી ગયું, ચાલુ વરસાદે વિજ તંત્રની કામગીરી

Updated: Jul 17th, 2024


Google NewsGoogle News
જામનગરમાં ગઈરાત્રે વરસાદ દરમિયાન દરબારગઢ વિસ્તારમાં વિજ ટ્રાન્સફોર્મર બળી ગયું, ચાલુ વરસાદે વિજ તંત્રની કામગીરી 1 - image


Jamnagar PGVCL : જામનગર શહેરમાં ગઈકાલે રાત્રે પડેલા વરસાદના કારણે દરબારગઢ વિસ્તારમાં વિજ વિક્ષેપ થયો હતો, અને વરસ્તા વરસાદે રીપેરીંગની કામગીરી હાથ ધરી હતી. આ ઉપરાંત ચાંદી બજાર સર્કલ-મહાવીર બાંધણી નજીક આવેલું વિજ ટ્રાન્સફોર્મર બળી ગયું હોવાથી આજે રજાના દિવસે પણ વિજ કચેરીનો સ્ટોર ખોલીને તંત્ર દ્વારા તાકીદની કામગીરી હાથ ધરી લેવામાં આવી છે.

હવામાન ખાતાના રેડ એલર્ટ જાહેર કર્યા દરમ્યાન ગત રાત્રીના જામનગર શહેરમાં ગઇ રાત્રે ભારે પવન અને વીજળી સાથે વરસાદ પડ્યો હતો. જેમાં વીજળીના કારણે દરબારગઢ ફીડર હસ્તક આવેલ મહાવીર બાંધણીની બાજુનાં વિસ્તારમાં પાવર ડિમ હોવાની ફરિયાદના અનુસંધાને જુનિયર ઇજનેર તથા ટેકનિકલ ટીમ દ્વારા રાત્રીના બે વાગ્યે સ્થળ તપાસણી કરવામાં આવી હતી. ત્યાં આવેલ 100 કે.વી.એ. ટ્રાન્સફોર્મર ફેઇલ થઈ ગયાનું જણાયું હતું. જેથી રાત્રીના સમયે જ સંબંધિત કોન્ટ્રાકટરને મેઇન પાવર એરેંજ કરવા તથા વહેલી સવારે વાહનની વ્યવસ્થા અને સ્ટોર ખોલી નવું વીજ ટ્રાન્સફોર્મર કઢાવવાની જહેમત રાત્રી દરમ્યાન સેન્ટ્રલ ઝોન કચેરી અધિકારી અને સ્ટાફને મહોરમની રાજાનાં દિવસે કરવી પડી હતી. સ્થળ પર પહોંચી ટ્રાન્સફોર્મર બદલાવવાની કામગીરી સલામત રીતે પૂર્ણ કરીને આ વિસ્તારનો વીજ પુરવઠો ફરી કાર્યરત કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગત રાત્રીના ભારે વરસાદ દરમ્યાન પણ સેન્ટ્રલ ઝોન પેટા વિભાગ PGVCL ની ટીમ સતત કાર્યરત રહેલ. અને શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો જળવાઈ રહેલ હતો તેમજ જ્યાં ખોરર્વાયેલ હતો ત્યાં જુનિયર ઈજનેર તથા ટેકનીકલ ટીમ પૂરી રાત કાર્યરત રહી કામગીરી પાર પાડેલ.


Google NewsGoogle News