Get The App

જામનગરમાં ક્રિકેટ બંગલા સામે આવેલી હાઉસિંગ ફાઈનાન્સની ઓફિસમાંથી રૂપિયા 1.64 લાખની વિજ ચોરી પકડાઈ

Updated: Nov 12th, 2023


Google NewsGoogle News
જામનગરમાં ક્રિકેટ બંગલા સામે આવેલી હાઉસિંગ ફાઈનાન્સની ઓફિસમાંથી રૂપિયા 1.64 લાખની વિજ ચોરી પકડાઈ 1 - image


Image Source: Freepik

જામનગર, તા. 12 નવેમ્બર 2023, રવિવાર

જામનગરમાં ક્રિકેટ બંગલા સામે આવેલા માધવ સ્કવેર કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આવેલી હાઉસિંગ ફાઈનાન્સની ભાડાની ઓફિસમાં વિજ તંત્રએ ચેકિંગ હાથ ધરી રૂપિયા 1.64 લાખની વીજ ચોરી પકડી પાડવામાં આવી છે.

જામનગરમાં ક્રિકેટ બંગલા સામે માધવ સ્કવેર બિલ્ડિંગમાં દુકાન નંબર 331માં ભાડેથી બેસતી એસ.આર.જી. હાઉસિંગ ફાઇનાન્સ કંપનીના વ્યવસ્થાપકો દ્વારા વિજ મીટર સાથે ચેડાં કરવામાં આવ્યા છે, અને તેમાં વીજ ચોરી કરાઈ રહી છે.

જે અંગે ની માહિતી જામનગરના વિજ તંત્રને મળી હતી, જેથી સેન્ટ્રલઝોન સબ ડિવિઝન ના નાયબ ઈજનેર અજય પરમાર અને તેમની ટીમે ઉપરોકત ઓફીસમાં જઈને ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં અનિલ કુમારના નામનું વીજ કનેક્શન મેળવાયું હતું. જે વીજ મીટરનું ચેકિંગ કરવામાં આવતાં કોન્ટ્રાક્ટેડ એક કિલો વોટ ના મીટર માં 2.4 કિલો વોટ નો લોડ જોવા મળ્યો હતો. 

જેથી ચેકિંગ ટીમે ઉપરોક્ત વિજમીટર કબજે કરી લીધું હતું. જે મીટરની લેબોરેટરીમાં ચકાસણી કરવામાં આવતાં મીટર બોક્સ અને ટર્મિનલ બોક્સના સીલ ચાલાકી પૂર્વક તોડીને ફરીથી ફીટ કરાયા ના જોવા મળ્યા હતા, તેમજ મિટર બાયપાસ કરાયું હોવાનું પણ સામે આવ્યું હતું.

 તેથી ઉપરોક્ત પેઢીના જવાબદારોને રૂપિયા 1,64,530નું પુરવણી બિલ આપવામાં આવ્યું છે, તેમજ ઓફિસનું વીજ જોડાણ કટ કરી દેવાયું છે. સાથો સાથ એફ આઈ આર દાખલ કરવામાં આવી છે.


Google NewsGoogle News