Get The App

જામનગર શહેર બાદ વિજ તંત્ર દ્વારા બીજા દીવસે જામનગરના તાલુકા અને લાલપુર પંથકમાં વ્યાપક દરોડા : 68.30 લાખની વીજ ચોરી પકડાય

Updated: Oct 9th, 2024


Google NewsGoogle News
જામનગર શહેર બાદ વિજ તંત્ર દ્વારા બીજા દીવસે જામનગરના તાલુકા અને લાલપુર પંથકમાં વ્યાપક દરોડા : 68.30 લાખની વીજ ચોરી પકડાય 1 - image


Jamnagar : જામનગર શહેર ખંભાળિયા તેમજ ભાણવડ પંથકમાંથી સોમવારે વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને 41 વિજ ચેકીંગ ટુકડીઓને દોડતી કરાવાઈ હતી. જે ચેકિંગ દરમિયાન 85 વિજ જોડાણમાંથી રૂપિયા 38.15 લાખના વીજ ચોરી પકડી લેવાયા બાદ ગઈકાલે મંગળવારે જામનગર તાલુકાના ગ્રામ્ય પંથક અને લાલપુર પંથકમાંથી વધુ 68.30 લાખની વિજ ચોરી ઝડપી લેતાં બે દિવસમાં જ વીજ ચોરીનો કુલ આંક એક કરોડને પાર પહોંચ્યો છે.

 જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઇવ દ્વારા ગઈકાલે સવારે સતત બીજા દિવસે વિજ ચેકિંગ ચાલુ રખાયું હતું, અને જામનગર તાલુકાના મોટી ખાવડી, શાપર, બેડ, વસઈ, રાવલસર, સિક્કા પાટિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઉપરાંત લાલપુર સીટી અને લાલપુરના ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચેકિંગ કરાયું હતું.

 કુલ 47 જેટલી વિજ ચેકિંગ ટુકડીને વહેલી સવારથી દોડતી કરવામાં આવી હતી, જેના માટે 16 નિવૃત આર્મીમેન અને 11 લોકલ પોલીસમેંન તેમજ 13 એસઆરપીના જવાનોને મદદમાં જોડવામાં આવ્યા હતા.

 સમગ્ર દિવસ દરમિયાન કુલ 609 વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી 96 વિજ જોડાણમાંથી ગેરરીતી મળી આવી છે, અને તેઓને રૂપિયા 68.30 લાખના વિજચોરીના પુરવણી બિલો અપાયા છે. વીજ તંત્ર દ્વારા માત્ર બે દિવસ દરમિયાન એક કરોડથી પણ વધુની વિજ ચોરી ઝડપી લેવામાં આવી છે.


Google NewsGoogle News