જામનગર અને આસપાસના ચાર ગામોમાં વિજતંત્ર દ્વારા વહેલી સવારે 6 વાગ્યે વિજ કાર્યવાહીથી વીજ ચોરોમાં ફફડાટ

Updated: Oct 21st, 2023


Google NewsGoogle News
જામનગર અને આસપાસના ચાર ગામોમાં વિજતંત્ર દ્વારા વહેલી સવારે 6 વાગ્યે વિજ કાર્યવાહીથી વીજ ચોરોમાં ફફડાટ 1 - image


- 37 વીજ ચેકિંગ ટુકડીને શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઉતારાઈ: 16 પોલીસ અને 8 SRP ના જવાનો મદદમાં જોડાયા

જામનગર,તા.21 ઓક્ટોબર 2023,શનિવાર

જામનગર શહેરમાં તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વિજતંત્ર દ્વારા વહેલી સવારે 6 વાગ્યે વિજ ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી, અને મોટાપાયે ચેકિંગ શરૂ કરી દેવાતાં વિજચોરોમાં ભારે ફફડાટ મચી ગયો છે. કુલ 37 જેટલી ટુકડીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં એસઆરપીના જવાનો અને પોલીસની મદદ લેવાઇ છે.

 પીજીવીસીએલ કચેરીની ચેકિંગ દ્વારા આજે જામનગર શહેરના પટણીવાડ, કાલાવડનાકા બહારનો વિસ્તાર, નવાગામ ઘેડ, ગાંધીનગર, નંદનવન પાર્ક સોસાયટી સહિતના વિસ્તારોમાં વિજ ચેકિંગ કરવામાં આવ્યું હતું.

 જામનગર અને આસપાસના ચાર ગામોમાં વિજતંત્ર દ્વારા વહેલી સવારે 6 વાગ્યે વિજ કાર્યવાહીથી વીજ ચોરોમાં ફફડાટ 2 - image

તે ઉપરાંત હાપા,સપડા, પસાયા અને બેરાજા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વહેલી સવારે 6 વાગ્યામાં જ વિજ ચેકિંગ પહોંચી ગયો હતો. કુલ 37 ટુકડીને ઉતારવામાં આવી છે. જેના માટે 16 લોકલ પોલીસ અને 8 એસ.આર.પી.ના જવાનોની મદદ લેવાઇ છે, જયારે ચાર વિડીયોગ્રાફર પણ ચેકિંગ દરમિયાન સાથે રહ્યા છે.


Google NewsGoogle News