જામનગર-રાજકોટ વચ્ચે એસ.ટી.ની ઇલેક્ટ્રીક એ.સી.બસ સેવાનો થયો પ્રારંભ
- પ્રતિદિન સવારે ૬ થી સાંજે ૬ સુધી જામનગર થી રાજકોટ અને રાજકોટ થી જામનગર ૧૫-૧૫ બસ દોડશે
જામનગર,તા.30 નવેમ્બર 2022,બુધવાર
જામનગર રાજકોટ ની વચ્ચે ગઈકાલથી ઇલેક્ટ્રીક બસ સેવાનો પ્રારંભ થયો છે, અને જામનગર થી રાજકોટ તેમજ રાજકોટ થી જામનગર વચ્ચે ઇલેક્ટ્રીક એસી ૧૫-૧૫ રૂટ ની બસો દોડાવવામાં આવી રહી છે. જેનું ભાડું ૧૨૬ રૂપિયા નક્કી કરાયું છે.
જામનગરના એસટી ડેપો પરથી વહેલી સવારે ૬.૦૦ વાગ્યે પ્રથમ ઇલેકટ્રિક એ.સી. બસ ને ઉપાડવામાં આવી હતી, અને ત્યારબાદ પ્રતિ કલાકે એટલે કે છ વાગ્યા પછી સાત વાગ્યે, આઠ વાગ્યે, નવ વાગે, તેમજ સાંજે ૬.૦૦ વાગ્યા સુધી જામનગર થી રાજકોટ તરફની ૧૫ ટ્રીપ દોડાવવામાં આવી હતી,
તે જ રીતે રાજકોટથી પણ પ્રતી કલાકે જામનગર રૂટ પર ૧૫ બસ દોડાવવામાં આવી છે. જામનગર રાજકોટ રોડ વચ્ચેનું ભાડું ૧૨૬ રૂપિયા નક્કી કરાયું છે. તેનો જામનગર અને રાજકોટની જનતા લાભ મેળવી રહી છે.