જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતા વૃદ્ધ મહિલા પર હુમલો કરી ફેક્ચર કરી નાખ્યું: ચાર પાડોશીઓ સામે ફરિયાદ

Updated: Sep 21st, 2023


Google NewsGoogle News
જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતા વૃદ્ધ મહિલા પર હુમલો કરી ફેક્ચર કરી નાખ્યું: ચાર પાડોશીઓ સામે ફરિયાદ 1 - image

જામનગર,તા.21 સપ્ટેમ્બર 2023,ગુરૂવાર

જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતા વૃદ્ધ મહિલા પર સામાન્ય બાબતમાં તકરાર કરી હુમલો કરાયો હતો, અને ઇજા પહોંચાડવામાં આવી છે. જે મામલે ચાર મહિલા પાડોશીઓ સામે ફરિયાદ નોંધાવાઇ છે.

જામનગરમાં સાધના કોલોની પાછળ સિદ્ધિવિનાયક સોસાયટી શેરી નંબર 10માં રહેતા ભગવતીબેન નેમરાજભાઈ જ્ઞાનચંદાણી નામના 64 વર્ષના વૃદ્ધ મહિલાએ પોતાના પર હુમલો કરી હાથમાં ફ્રેકચર સહીતની ઇજા પહોંચાડવા અંગે પાડોશી છાયાબેન પ્રભુભાઈ વશિયર, રીટાબેન કલ્પેશભાઈ વશિયર, ક્રિષ્નાબેન અમિતભાઈ અને એક જાણી સ્ત્રી સામે ફરિયાદ નોંધાવી છે.

તે ફરિયાદના અનુસંધાને સીટી એ ડિવિઝનમાં આઈપીસી કલમ 323, 504, 506-2 અને 114 મુજબ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News