જામજોધપુરના રસ્તા પર બાઈક પરથી પટકાતા બુઝુર્ગ મહિલાનું અપમૃત્યુ

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
જામજોધપુરના રસ્તા પર બાઈક પરથી પટકાતા બુઝુર્ગ મહિલાનું અપમૃત્યુ 1 - image


Jamnagar Accident : જામજોધપુર તાલુકાના મોટી ગોપની ગોળાઈ પાસે એક બાઈકની પાછળની સીટમાં બેઠેલા 60 વર્ષના બુઝુર્ગ મહિલા નીચે પટકાઈ પડ્યા હતા અને માથાના ભાગે ગંભીર ઈજા થયા પછી તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં રહેતા શાંતાબેન કાંતિભાઈ જોશી નામના 60 વર્ષના બુઝુર્ગ મહિલા કે જેઓ ગઈકાલે બાબુભાઈ મનસુખભાઈ જોશીના બાઈકમાં પાછળ બેસીને જઈ રહ્યા હતા. દરમિયાન મોટીગોપ પાસે એકાએક બાઈક સ્લીપ થઈ જતા શાંતાબેન નીચે પટકાઈ પડ્યા હતા અને તેઓને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી ભાંણવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે મૃતકના પતિ કાંતિભાઈ નાનજીભાઈ જોશીએ પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News