જામનગરમાં જુગાર રમતા આઠ શખ્સોની 70 હજારની રોકડ સાથે ધરપકડ

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
જામનગરમાં જુગાર રમતા આઠ શખ્સોની 70 હજારની રોકડ સાથે ધરપકડ 1 - image


Jamnagar Gambling Crime : જામનગરના કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ પર જાહેરમાં જુગાર રમાતો હોય તેવી બાતમી પોલીસને મળી હતી. જેથી સ્થળ પર જઈ દરોડો પાડયો હતો. જ્યાં જુગાર રમી રહેલા આઠ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂપિયા 70 હજાર સહિતની માલમતા કબ્જે કરી હતી.

આ બનાવની પ્રાપ્ત વિગત એવી છે કે, જામનગરના કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ પર આવેલ રઝવી પાર્કની સામે રમેશ બાબુભાઈની વાડી પાસે જાહેરમાં જુગારનો અખાડો ચાલતો હોય તેવી બાતમી પોલીસને મળી હતી. જેથી સ્થળ પર જઈ દરોડો પાડયો હતો. જ્યાં ગંજીપાના વડે રોન પોલીસ નામનો જુગાર રમી રહેલ ભાવેશ લક્ષ્મણભાઈ પરમાર, કપિલ કાનજીભાઈ ખાણધર, અશોક ભવાનભાઈ પરમાર, વિક્રમ દિનેશભાઈ દેત્રોજા, અનિલ અશોકભાઈ લીંબડ, બલદેવ મૂળજીભાઈ સોનગરા, ચનાભાઈ માલદેભાઈ સુરેલા, હિતેષ અમૃતભાઈ પરમાર સહિત આઠ શખ્સોને રંગેહાથ ઝડપી લઈ તેઓ પાસેથી 70 હજારની રોકડ રકમ કબ્જે કરી હતી.


Google NewsGoogle News