જામનગર અને જામજોધપુરમાં જુગાર રમતી ત્રણ મહિલા સહિત આઠ પતાપ્રેમી ઝડપાયા
Image: Freepik
જામનગર તેમજ જામજોધપુરમાં પોલીસે જુગાર અંગેના જુદા જુદા બે દરોડા પાડી ત્રણ મહિલા સહિત આઠ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂપિયા ૩૩ હજાર તેમજ બે બાઈક સહિત કુલ રૂપિયા ૮૬,પ૦૦નો મુદામાલ કબ્જે કર્યો છે.
જામનગરમાં બાવાવાડ વિસ્તારમાં હનુમાનની ડેરી પાસે જાહેરમાં ગંજીપના વડે રોન પોલીસ નામનો જુગાર રમી રહેલ પ્રભાબેન મગનગીરી ગોસાઈ, કાજલબેન જયેન્દ્રભાઈ નંદા અને દિપ્તિબેન મનિષભાઈ નંદા સહિત ત્રણ મહિલાઓને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા. ૧પ૦૦ કબ્જે કર્યા હતા.
આ ઉપરાંત જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામે ડાયાભાઈ કારેણાની વાડીના શેઢે જાહેરમાં ગંજીપના વડે જુગાર રમી રહેલ ભાવેશ લક્ષ્મણભાઈ નંદાણિયા, રજની નાથાભાઈ કારેણા, ડાયાભાઈ દેવશીભાઈ કારેણા, મનસુખ પુંજાભાઈ વાઢિયા અને આમદભાઈ કરશનભાઈ વાઢિયા સહિત પાંચ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા. ૩૧,પ૦૦ તથા બે મોટર સાયકલ સહિત કુલ રૂા. ૮૬,પ૦૦નો મુદામાલ કબ્જે કર્યો છે.